Surat : હોટેલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ ; બે વિદેશી યુવતીઓ ઝડપાઇ અને પોલીસની મુશ્કેલી વધી
- Surat : સુરતમાં સેક્સ રેકેટનો દરોડો, ગુગલ ટ્રાન્સલેટથી પોલીસે લીધા વિદેશી યુવતીઓના નિવેદનો
- ભાષાની સમસ્યા : સરથાણા હોટેલમાં થાઇ-યુગાન્ડા યુવતીઓ સાથે સેક્સ રેકેટ પર્દાફાશ
- હાઈ-ટેક તપાસ : પોલીસે એપની મદદથી કરી વિદેશી યુવતીઓની કબૂલાત, હોટેલમાં રૂ. 6000ના રેટ
- સુરત પોલીસની પહેલ : ગુગલ ટ્રાન્સલેટથી થાઇ ભાષામાં નિવેદનો, એજન્ટો પર તપાસ
- હોમ ટાઉન હોટેલમાં કુટણખાણું : વિદેશી યુવતીઓ નારીગૃહમાં, પોલીસે ટેકનોલોજીથી તોડી અડચણ
Surat : સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી હોમ ટાઉન હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા પોલીસે તાજેતરમાં દરોડો પાડ્યો હતો. આ રેડમાં થાઇલેન્ડની બે અને યુગાન્ડાની એક યુવતીઓને ઝડપાઈ હતી, જેને તાત્કાલિક નારીગૃહમાં મોકલવામાં આવી હતી. જોકે, આ બંને યુવતીઓની ભાષાને લઈને પોલીસ પણ મુઝવણમાં મૂકાઈ હતી. પરંતુ પોલીસે તેનો રસ્તો નિકાળી લીધો હતો. ભાષાની અડચણને કારણે નિવેદનો લેવામાં મુશ્કેલી પડતાં સુરત પોલીસે પ્રથમ વખતે હાઈ-ટેક ઉપાય અપનાવીને ગુગલ ટ્રાન્સલેટનો ઉપયોગ કર્યો હતો, જેનાથી કાયદેસર પ્રક્રિયા સરળતાથી પૂરી થઈ.
થાઈલેન્ડ-યુગાન્ડાની યુવતીઓ ઝડપાઈ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ ત્રણેય વિદેશી યુવતીઓ ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા પર ભારતમાં પ્રવેશી હતી. થાઇલેન્ડની યુવતીઓની ઉંમર 30 અને 35 વર્ષ વચ્ચે છે, જ્યારે યુગાન્ડાની યુવતી તાજેતરમાં દિલ્હીથી માત્ર ત્રણ દિવસ પહેલાં જ સુરત આવી હતી. થાઇ યુવતીઓ એજન્ટો મારફતે સુરત લાવવામાં આવી હતી, જ્યારે સેક્સ રેકેટ વોટ્સએપ મારફતે ગુપ્ત રીતે ચલાવવામાં આવતો હતો. હોટેલ મેનેજર પોતાના ઓળખીતા ગ્રાહકોને જ બોલાવતો હતો, અને મગદલ્લા વિસ્તારમાં રહેતી યુવતીઓ રિક્ષામાં હોટેલ પહોંચીને રૂમમાં સંતાડાતી હતી. ગ્રાહકો પાસેથી રૂ. 6000 વસૂલવામાં આવતા હતા. જ્યારે યુવતીઓને રૂ. 2500થી 3000 આપવામાં આવતા હતા.
આ પણ વાંચો- દિલ્હીમાં વાયુ પ્રદૂષણ સામે મોટું પગલું : 1 નવેમ્બરથી માત્ર BS-VI વાહનોને જ પ્રવેશ
Surat : સરથાણા પોલીસે ગુગલ ટ્રાન્સલેટ એપનો કર્યો ઉપયોગ
સરથાણા પોલીસને ભાષાની અડચણને કારણે નિવેદનો લેવામાં મુશ્કેલી પડી કારણ કે યુવતીઓને થાઇ અને અન્ય વિદેશી ભાષા આવતી હતી. આવી પરિસ્થિતિમાં પોલીસે પ્રશ્નોને પહેલા અંગ્રેજીમાં અનુવાદ કરીને થાઇ ભાષામાં ફેરવ્યા અને ગુગલ ટ્રાન્સલેટ એપનો ઉપયોગ કરીને યુવતીઓના જવાબો લીધા હતો. યુવતીઓએ પોતાના નિવેદનો થાઇ ભાષામાં લખી આપ્યા જેને પોલીસે અનુવાદ કરીને નોંધ્યા હતો. આ હાઈ-ટેક ઉપાયથી પોલીસ માટે ગેમચેન્જર સાબિત થયો અને કાયદેસર નિવેદનો લેવાની આખી પ્રક્રિયા પૂરી થઈ હતી.
હોટલ સંચાલકો વિરૂદ્ધ કાર્યવાહી
સરથાણા પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે, જેમાં એજન્ટો અને હોટેલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના સુરતમાં વધતા વિદેશી મહિલાઓ સાથેના દેહ વ્યાપારના કેસોનું એક ઉદાહરણ છે. આવા કેસોમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તપાસને વધુ અસરકારક બનાવવાની પહેલને પ્રશંસા મળી રહી છે.
આ પણ વાંચો - Vadodara : લ્યો બોલો…હવે નકલી CBI અધિકારી ઝડપાયો, આ રીતે ફૂટ્યો ભાંડો!


