Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ જેવું જ કૌભાંડ Anand માં! હરિધામ સોખડાનાં હરિભક્તે NRI યુવકને લગાવ્યો 1.30 કરોડનો ચૂનો!

વિદ્યાનગરમાં પ્રબોધમ ઈન્ટરનેશનલ નામથી રિયલ એસ્ટેટ, વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હોવાનું પણ જણાવ્યું હતું.
bz જેવું જ કૌભાંડ anand માં  હરિધામ સોખડાનાં હરિભક્તે nri યુવકને લગાવ્યો 1 30 કરોડનો ચૂનો
Advertisement
  1. Anand હરિધામ સોખડાનાં હરિભક્તોએ લાખોની છેતરપિંડી કરી હોવાનો આરોપ
  2. મિલન ઉર્ફે નિશ્ચિત મનુ પટેલે NRI કલ્પેશ પટેલને વિશ્વાસમાં લીધો હતો
  3. ટુંક સમયમાં રૂપિયા બમણાં કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી હોવાનો આરોપ
  4. વિદ્યાનગર પોલીસે મિલન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરી તાપસ

આણંદ (Anand) હરિધામ સોખડનાં હરિભક્તે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં (Vidyanagar Police Station) નોંધાતા ચકચાર મચી જવા પામી છે. હરિપ્રસાદ સ્વામી સાથે સહિષ્ણુ સેવક તરીકે રહેતા હોવાનું કહી NRI યુવકને વિશ્વાસને લઈ એકનાં ડબલની લાલચ આપીને રૂ. 1.30 કરોડની ઠગાઈ કરી હોવાનો આરોપ ફરિયાદમાં થયો છે. આ મામલે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : વરિયાવમાં ખુલ્લી ગટરમાં પડી જતાં માસૂમનાં મોત મામલે અંતે પોલીસે નોંધ્યો ગુનો

Advertisement

Advertisement

હરિપ્રસાદ સ્વામી સાથે સહિષ્ણુ સેવક તરીકે રહેલો હોવાનું કહી વિશ્વાસમાં લીધો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ હરિધામ સોખડાનાં (Anand Haridham Sokhad) હરિભક્ત મિલન ઉર્ફે નિશ્ચિત મનુ પટેલ સામે કરોડો રૂપિયાની છેતપિંડીનાં ગંભીર આરોપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપ અનુસાર, NRI યુવક કલ્પેશ પટેલ અવારનવાર બાકરોલ આત્મીયધામમાં આવતા હોવાથી ઠગ મિલન પટેલ સાથે મુલાકાત થઈ હતી. હરિપ્રસાદ સ્વામી સાથે સહિષ્ણુ સેવક તરીકે રહેલો હોવાનું અને અવિવાહિત સાધક હોવાનું કહીને મિલન ઉર્ફે નિશ્ચિત મનુ પટેલે NRI કલ્પેશ પટેલને વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ પોતે વિદ્યાનગરમાં પ્રબોધમ ઈન્ટરનેશનલ (Prabodham International) નામથી રિયલ એસ્ટેટ, વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરતો હોવાનું પણ કલ્પેશભાઈને જણાવ્યું હતું.

આ પણ વાંચો - Rajkot : જેતપુરમાં Hit and Run, બેફામ આવતા કારચાલકે બાઇકસવારનો ભોગ લીધો!

ટુંક સમયમાં રૂપિયા બમણાં કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી!

દરમિયાન, ટુંક સમયમાં રૂપિયા બમણા થાય અને એકનાં ડબલ કરવા સહિતનાં રોકાણનાં વિવિધ પ્રકલ્પો બતાવી કલ્પેશભાઈ પાસેથી રૂ. 23 લાખ રોકડા લીધા હતા. લુણાવાડાના NRI કલ્પેશભાઈ પટેલે વિશ્વાસમાં આવીને વિદ્યાનગરનાં પ્રોબોધમ ઇન્ટરનેશનલનાં માલિક મિલનને કુલ 1.30 કરોડ રોકાણ માટે આવ્યા હતા. જો કે, ઘણો સમય વીતી ગયા પછી પણ કોઈ વળતર કે મૂડી મળી નહોતી. આથી, કલ્પેશભાઈએ મિલન પટેલ પાસે રૂપિયા પરત માંગતા તેણે હાથ અધ્ધર કર્યા હતા. વારંવાર ઉઘરાણી કરવા છતાં રૂપિયા પરત ન મળતા આખરે કંટાળીને મૂળ લુણાવાડાનાં NRI કલ્પેશ પટેલે આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં (Vidyanagar Police Station) મિલન પટેલ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Sankheda : ઘરવેરો ભરવા માટે મહિલાને બોલાવી સરપંચના પતિએ દુષ્કર્મ આચર્યું

Tags :
Advertisement

.

×