SLBC 187th Meeting : ગુજરાત બેન્કિંગ ક્રાંતિમાં અગ્રેસર: પોણા બે કરોડ જન ધન ખાતા ખુલ્યા
SLBC 187th Meeting : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghavi )ની અધ્યક્ષતામાં SLBCની ૧૮૭મી બેઠક યોજાઈ: સાયબર ક્રાઇમ અટકાવવા બેન્કોને તાકીદ કરાઇ.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની ૧૮૭મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના ૩ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
SLBC 187th Meeting -જન ધન યોજના બેન્કિંગ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી
હર્ષ સંઘવીએ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી અમલમાં આવેલી **"પ્રધાનમંત્રી જન ધન યોજના"**એ ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ લાવી છે.
ગુજરાતનું બેન્કિંગ નેટવર્ક આજે ૧૧,૦૦૦ શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી ૫૬ ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે.
આ વિશાળ નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં પોણા બે કરોડથી વધુ જન ધન બેન્ક ખાતા ખૂલ્યાં છે, જે દર્શાવે છે કે રાજ્યનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે.
SLBC 187th Meeting -સાયબર ક્રાઇમ અટકાવવા સંયુક્ત સમિતિની રચના પર ભાર
નાયબ મુખ્યમંત્રીશ્રીએ સાયબર ક્રાઇમ(Cyber Crime)ને હાલના સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા સરકાર અને બેન્કિંગ ક્ષેત્રે સાથે મળીને પરિણામલક્ષી કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.
તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, રાજ્યની ૧૯૩૦ હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં ગુજરાત પોલીસને વિવિધ બેન્કોની સહાયથી ૧૦૦ ટકા રાશિ ફ્રીઝ કરવામાં સફળતા મળી હતી.
તેમણે તાકીદ કરી હતી કે, ૧૯૩૦ પર નોંધાતા સાયબર ગુનાઓ માટે ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ અને વિવિધ બેન્કોના નોડલ અધિકારીની એક સંયુક્ત સમિતિ બનાવવામાં આવે, જેથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની મૂળીને સુરક્ષિત કરી શકાય.
સતર્ક બેન્ક મેનેજરનું ઉદાહરણ: માનવતા ધર્મનું ઉત્તમ નિદર્શન
હર્ષ સંઘવીએ બેન્ક કર્મચારીઓની સતર્કતાનું મહત્વ સમજાવતા અમદાવાદના એક જાગૃત બેન્ક મેનેજરનું ઉદાહરણ આપ્યું હતું:
"તાજેતરમાં અમદાવાદના એક વૃદ્ધ **'ડિજિટલ અરેસ્ટ'**નો શિકાર બન્યા હતા. સાયબર ઠગોથી ડરીને તેમણે પોતાની જીવનભરની કમાણી રૂ. ૪૫ લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવીને અન્ય ખાતામાં RTGS કરવા બેંકમાં પહોંચ્યા હતા. બેન્કના સતર્ક મેનેજર જયેશ ગાંધીએ અજુગતું લાગતા વૃદ્ધને સમજાવીને તેમની મદદ કરી હતી અને પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો હતો."
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની દરેક બેન્કનો દરેક કર્મચારી જો આટલી સતર્કતાથી અને માનવીય અભિગમ સાથે કામ કરશે, તો ગુજરાતમાં સાયબર ગુનાઓને ઘટાડવામાં ચોક્કસ સફળતા મળશે.
અન્ય મહત્ત્વના મુદ્દાઓ
મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે કોવિડ મહામારી દરમિયાન બેન્કોની કામગીરીની સરાહના કરી હતી અને સ્વામિત્વ યોજના જેવી મહત્વાકાંક્ષી યોજનાઓને ઝડપી બનાવવા માટે જરૂરી સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં SLBC-ગુજરાતના ચેરમેન દેબદત્ત ચંદ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા, ભારત સરકારના નાણા મંત્રાલયના સંયુક્ત સચિવ મનોજ અયપ્પન સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને રાષ્ટ્રીયકૃત બેન્કોના વરિષ્ઠ મેનેજરશ્રીઓ સહભાગી થયા હતા.
બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને સંયોજક અશ્વિની કુમારે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.
આ પણ વાંચો : Gandhinagar : મોટા સમાચાર, રાજ્યનાં 6 IPS અધિકારીને અપાયા પ્રમોશન


