Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SLBC : 2 ડિસેમ્બરે ગાંધીનગરમાં SLBCની 187મી બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં મંગળવાર, 2 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 187મી બેઠક યોજાશે. આ મહત્વપૂર્ણ બેઠક સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં સવારે 10:15 કલાકે શરૂ થશે. SLBC :બેઠકમાં સહભાગીઓ
slbc   2 ડિસેમ્બરે ગાંધીનગરમાં slbcની 187મી બેઠક
Advertisement

SLBC :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં મંગળવાર, 2 ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 187મી બેઠક યોજાશે. આ મહત્વપૂર્ણ બેઠક સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં સવારે 10:15 કલાકે શરૂ થશે.

SLBC :બેઠકમાં સહભાગીઓ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) આ બેઠકમાં વિશેષરૂપે સહભાગી થશે. આ ઉપરાંત, મુખ્ય સચિવ  મનોજકુમાર દાસ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સોનાલી સેન ગુપ્તા તેમજ વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજરઓ અને અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

Advertisement

SLBC :બેઠકનો હેતુ

આ બેઠક સમયાંતરે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા આપવામાં આવતી ધિરાણ સહાયની સમીક્ષા કરવા અને ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવા તથા જરૂરી સૂચનો આપવા માટે યોજાય છે.

Advertisement

સમીક્ષા અને સન્માન

SLBC બેઠક દરમિયાન, સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી દ્વારા સપ્ટેમ્બર 2025 ક્વાર્ટર દરમિયાન વિવિધ યોજનાકીય ક્ષેત્રોમાં બેંકોએ કરેલી કામગીરીની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ અને સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવશે.

વધુમાં, 2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા ત્રણ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM)નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવશે.

આ બેઠક રાજ્યમાં ધિરાણ પ્રવૃત્તિઓ અને સરકારી યોજનાઓના સફળ અમલ માટે બેંકોના યોગદાનને પ્રોત્સાહન આપવા માટેનું એક મહત્ત્વનું પગલું છે.

આ પણ વાંચો : Vadodara: 'સરદાર ન હોત તો કાશ્મીરની સ્થિતિ જુદી હોત, જાણો યુનિટી માર્ચમાં LG મનોજ સિન્હાએ શું કહ્યું?

Tags :
Advertisement

.

×