Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર નિ:શુલ્ક લઇ જવાશે

એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા
gujarat  કંડકટરની પરીક્ષામાં st scના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર નિ શુલ્ક લઇ જવાશે
Advertisement
  • Gujarat રાજ્યમાં રવિવારે યોજાનાર કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો ઉપર લાવવા- લઇ જવાની એસ.ટી. બસ દ્વારા વિનામૂલ્યે સુવિધા અપાશે

Gujarat-કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે.

આગામી તા. ૨૯ ડિસેમ્બર રવિવારના રોજ રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાનાર છે.

Advertisement

આ પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.

Advertisement

Gujarat એસ. ટી. નિગમની યાદીમાં જણાવ્યા અનુસાર, પરીક્ષા આપવા માટે ઉમેદવારો પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચી શકે અને પરીક્ષા આપ્યા બાદ ઘરે પરત ફરી શકે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે નિગમ દ્વારા પોતાના તાબા હેઠળનાં તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે બાબતને ધ્યાને લઇ તમામ વિભાગોને સુચના પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા રાજ્યભરના પરીક્ષાર્થીઓને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Surat: લાંબા સમયથી અડિંગો જમાવી દબાણો કરી ભાડા વસૂલતા તત્વો સામે કાર્યવાહી

Tags :
Advertisement

.

×