સુરત શહેરમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો, મેયર અને DCP કક્ષાની હાજરીમાં જ ભારે વાહનો દેખાતા મેયર અકળાયા
સુરતમાં અક્સ્માતની ઘટનામાં વધારો થતાં પાલિકા અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. વધતા અકસ્માતોને રોકવા સ્પીડ બ્રેકરો બનાવવા પાલિકા સત્તાધીશોએ આદેશ આપતા અધિકારીઓ કામે લાગ્યા છે તો બીજી બાજુ ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો શહેરમાં પ્રવેશતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રસ્તા ઉપર પૂરઝડપે દોડતા વાહનો સામે કાર્યવાહી કરવા તંત્રએ લાલ આંખ કરી છે.
સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ સહિત સુરત શહેર મેયર પોલીસને સાથે રાખી અક્સ્માત થતા સ્પોર્ટની વીજીટ લીધી હતી, સુરત શહેર મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે ટ્રાફિક ડીસીપી સહીતના અધકારીઓએ ભારે વાહનો શહેર માં પ્રવેશતા જોઇ અકળાયા હતા. સુરતમાં લોકોની સુખાકારી માટે તેમજ લોકોને એક જગ્યાથી બીજા સ્થળે જવા સુવિધા પૂરી પાડવા માટે બીઆરટીએસ બસ અને સીટી બસ.રૂટની સરપ્રાઈઝ વિઝીટ કરી વધતા જીવલેણ તેમજ ગંભીર અકસ્માતોનો અનુમાન લગાવ્યો હતો. પાલિકા પોલીસ દ્વારા બેફામ વાહન હાકનારા વાહન ચાલકો સામે લાલ આખ કરવામાં આવી છે. સુરત શહેર મેયર હેમાલી બોઘાવાલા દ્વારા સતત બે દિવસથી બસ ચાલક બસ કન્ડક્ટરને સસ્પેન્ડ કરાયા છે.
સુરત પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા અડાજણ વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં આવતા ભારે વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. સુરત પાલિકા દ્વારા અડાજણ વિસ્તારમાં પૂરઝડપે બસ ચલવનાર એક બસ ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જયારે અન્ય બસમાં કન્ડક્ટર પૈસા લઈ ટીકીટ નહીં આપતા હોવાની ફરિયાદ મળતા મહિલા કન્ડક્ટરને સસ્પેન્ડ કરાઇ હતી. સુરતમાં વધતા અક્સ્માતનું કારણ બીઆરટીએસ અને સિટી બસ સિવાય ભારે વાહનોને પણ માનવામાં આવી રહ્યું છે. જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે, મોટા ભાગે આ અકસ્માતનો વિદ્યાર્થીઓ મહિલાઓ ભોગ બની રહી છે. જેથી અકસ્માતોને રોકવા માટે પાલિકા પોલીસ એક થઈ અક્સ્માત અતકવવા પ્રયાસો કરી રહ્યા છે.
સુરતમાં વધતા અક્સ્માતને ધ્યાને રાખી અડાજણ વિસ્તારની અંદર આજે પોલીસ પાલિકાએ સ્થળ મુલાકાત કરી હતી. આ અંગે સુરત ડીસીપીએ અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, શહેરભરમાં મોટા વાહન ચલાવતા વાહન ચાલક ફૂલ સ્પીડમાં વાહનો લઈ જઈ રહ્યા છે. જેથી તેમની ગતિને લગામ લગવવા સ્પીડબ્રેકરો લાગવા પાલિકા મેયરે સૂચના આપી છે. આ અંગે સુરત શહેર મેયરે કહ્યું હતું કે, શહેરમાં જ્યાં અક્સ્માત થઈ રહ્યા છે ત્યાં કાળજી લેવાશે. જરૂરિયાત લાગશે ત્યાં સ્પીડબ્રેકર લગાડવામાં આવશે. ખાસ કરીને ભારે વાહનો કે ડમ્પરો તેમના નિયત સમય કરતા વધારે વહેલા કે સમય પૂર્ણ થઈ ગયા બાદ અલગ અલગ વિસ્તાર અંદર પ્રવેશ કરી રહ્યા છે. તેના ઉપર રોક લગાવવા કાર્યવાહી શરૂ કરાઇ છે.
આ પણ વાંચો - બાબા બાગેશ્વર આ તારીખે બનશે ગુજરાતના મહેમાન, જાણો કયા શહેરોમાં અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - રાબિયા સાલેહ, સુરત


