Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ֹSurat: ‘તારે મારી સાથે જ...’ સગા બાપે દીકરી સાથે કર્યું એવું કે સગીરા પહોંચી પોલીસ સ્ટેશન

સુરતમાં પિતાએ પોતાની જ દીકરી પર નજર બગાડી દીકરીએ જાતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચી ‘પિતા પોતાની સુવા માટે દબાણ કરે છે’ દીકરીએ વ્યક્ત કરી પીડા Surat: સંબંધો પર લાંછન લગાવતા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સુરત (Surat)ના ડિંડોલી...
ֹsurat  ‘તારે મારી સાથે જ   ’ સગા બાપે દીકરી સાથે કર્યું એવું કે સગીરા પહોંચી પોલીસ સ્ટેશન
Advertisement
  1. સુરતમાં પિતાએ પોતાની જ દીકરી પર નજર બગાડી
  2. દીકરીએ જાતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચી
  3. ‘પિતા પોતાની સુવા માટે દબાણ કરે છે’ દીકરીએ વ્યક્ત કરી પીડા

Surat: સંબંધો પર લાંછન લગાવતા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સુરત (Surat)ના ડિંડોલી વિસ્તારમાં એક પિતાએ પોતાની જ દીકરી પર નજર બગાડી હોવાનું સામે આવ્યું છે. બાપ-દીકરીના સંબંધને લજવે તેવી ઘટના સામે આવી છે. આ કિસ્સો સમાજ માટે ખુબ જ શરમજનક છે. આખરે એક પિતા પોતાની જ દીકરી સાથે આ પ્રકારે કેવી રીતે વિચારી શકે? મહત્વની વાત એ છે કે, દીકરીએ જાતે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચી હતી. દીકરીએ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરતા કહ્યું કે, તેનો પિતા પોતાની સુવા માટે દબાણ કરે છે અને શારીરિક અડપલા કરે છે.

આ પણ વાંચો: આને બાપ કહેવાય ખરો? પોતાની સગી દીકરીને ગર્ભવતી બનાવી અને...

Advertisement

15 વર્ષીય સગીરા પર તેના પિતાએ જ નજર બગાડી

સમાજ માટે કંલકરૂપ અને હવસખોર બાપની ધરપકડ કરીને જેલના હવાલે કરી દીધો છે. માત્ર નવમા ધોરણમાં અભ્યાસ કરતી સગીરા પર તેના પિતાએ જ નજર બગાડી હતી. સગીરા પોતાના દારૂડિયા પિતા, મોટાભાઈ અને તાતા સાથે રહે છે. મળતી જાણકારી પ્રમાણે સગીરાની માતા છેલ્લા ત્રણ વર્ષથી તેમનીથી અગર રહે છે. સગીરાના માતા અત્યારે ઉત્તર પ્રદેશમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, સગીરા પોતાના બાપની ફરિયાદ કરવા માટે સ્કૂલના યુનિફોર્મમાં જ ડિંડોલી (Dindoli, Surat) પોલીસ સ્ટેશન પહોંચી હતી.

Advertisement

આ પણ વાંચો: ભારે બફારા બાદ શહેરમાં પડ્યો ધોરમાર વરસાદ, મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

એક પિતા દીકરી સાથે કેવી રીતે આવું વિચારી શકે?

સગીરાએ તેના પિતાની કરતૂતો વિશે પોલીસને જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે, એક પિતા દીકરી સાથે કેવી રીતે આવું વિચારી શકે? સગીર દીકરીએ કહ્યું કે, તેનો પિતા રોજ રાતે પોતાની સાથે આવતા હતાં અને મને તેમની સાથે સૂવા માટે દબાણ કરતા હતા. વધુમાં તેણે કહ્યું હતું કે, તેના પિતા તેની સાથે શારીરિક અડપલા પણ કરતા હતા. જો સગીરા તેનો વિરોધ કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતાં.

આ પણ વાંચો: આગામી 6 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, દરિયામાં જોવા મળશે ભારે કરંટ

છેડતી અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો

મળતી જાણકારી પ્રમાણે અત્યારે પોલીસે છેડતી અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને સગીરાના પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. વિગતે એવી પણ સામે આવી છે કે, સગીરાના પિતાનો માતા સાથે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. જો કે, પિતા દારૂડિયો હોવાથી માતા છેલ્લા ત્રણ વર્ષથી તેમનાથી દૂર ઉત્તર પ્રદેશમાં રહે છે.

Tags :
Advertisement

.

×