Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર, શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે બેંકોને એલર્ટ રહેવા સૂચના

સુરત શહેર હવે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર બન્યું છે. માત્ર 4 કેસમાં 2600 કરોડના ટ્રાન્ઝેક્શન પોલીસ તપાસમાં સામે આવ્યા છે.
surat   આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર  શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે બેંકોને એલર્ટ રહેવા સૂચના
Advertisement
  • આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર બન્યું સુરત
  • NCCR પોર્ટલ પર નોંધાઈ 3 હજાર 148 ફરિયાદ
  • 4 કેસમાં 2600 કરોડના ટ્રાન્ઝેક્શન, 2007 બેંક એકાઉન્ટ
  • 70 ટકા ફ્રોડ એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હોવાનો ખુલાસો

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનું કેન્દ્ર સુરત બન્યું છે. માત્ર 4 કેસમાં 2600 કરોડના ટ્રાન્ઝેક્શન તેમજ 2007 બેંક એકાઉન્ટ સામે આવ્યા છે. NCCR પોર્ટલ પર 3148 ફરિયાદો નોંધાઈ છે. જેમાંથી 70 ટકા ફ્રોડ એકાઉન્ટ સુરતમાંથી ખોલાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શ્રમિક વર્ગના લોકોના એકાઉન્ટ ભાડે લેવામાં આવે છે. બેંક એકાઉન્ટના બદલામાં 5 થી 10 હજાર રૂપિયા આપવામાં આવે છે. ચાઈનીઝ ગેંગના દબદબાવાળા દુબઈ, થાઈલેન્ડ, ક્યુબા સુધી નેટવર્ક ફેલાયેલું છે.

Advertisement

વિદેશી માફિયાઓ સુધી પહોંચવા સુરત પોલીસ સેન્ટ્રલ એજન્સીની મદદ લેશે

એકાઉન્ટ વિના ટ્રાન્ઝેક્શન માટે બેંકોને એલર્ટ રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. સુરત પોલીસ દ્વારા બેંક સાથે એસઓપી તૈયાર કરવાની તૈયારી કરી છે. શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન માટે બેંકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ઓક્ટોમ્બર 2024 થી લઈને હાલ સુધીમાં 4 મોટા કિસ્સા ખુલ્યા છે. 1039 બેંક એકાઉન્ટથી 200 કરોડના ફ્રોડ, દુબઈ ગેંગની સંડોવણી સામે આવી છે. 2050 કરોડનું રેકેટ ક્યુબા સુધીના કનેક્શન સાથે એક બેંક ખાતામાંથી 72 કરોડ સુધીના ટ્રાન્ઝેક્શન થયા છે. વિદેશી માફિયાઓ સુધી પહોંચવા સુરત પોલીસ સેન્ટ્રલ એજન્સીની મદદ લેશે.

Advertisement

આ પણ વાંચોઃ Patan શહેરના જુદા જુદા વિસ્તારમાં બિસ્માર માર્ગ, રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી

બહારના લોકોના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનામાં સુરત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા ઘણી બધી ગેંગ પકડવામાં આવી છે. અન્ય રાજ્યનાં લોકો સુરતમાં આવીને સુરતના કોઈ પણ વ્યક્તિના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ફ્રોડ કરીને આ પૈસા બહાર લઈ જતા હતા. આ જે ગેંગો પકડાઈ છે તેમાં મોટા મોટા માથાઓ પણ પકડાયા છે. જેમાં સુરતના ઘણા બધા એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલ હતો. એ દિશામાં પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કેમ એકાઉન્ટનો અહીંયા ઉપયોગ થઈ રહ્યો હતો. ત્યારે જાણવા મળેલ કે અહીંયા બહારના જે લોકો લેબર કામ માટે આવે છે તે લોકોનાં એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રિમિનલ દ્વારા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Sabarkantha : બાજરીની ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, 1630 ખેડૂતોએ કર્યું હતું રજીસ્ટ્રેશન

Tags :
Advertisement

.

×