Surat: રિઝર્વેશન હટાવવાની માંગ સાથે હજારો પરિવારોનો પાલિકા કચેરીએ મોરચો, માંગણી નહી સ્વીકારાય તો..!
- Surat ના નવાગામના ડીંડોલીની નવ સોસાયટીના રહીશોનો મોરચો
- પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્રસ્ત લોકોએ નોંધાવ્યો વિરોધ
- 9 સોસાયટીઓમાં પાલિકાનું રિઝર્વેશન હટાવવાની લોકોની માગ
- 25-30 વર્ષથી આ 9 સોસાયટીના લોકો રહેતા હોવાનો દાવો
- શિવાજીનગર, બાલાજીનગર સહિતની 9 સોસાયટીના લોકોની માગ
- બિલ્ડરોને લાભ કરાવવા માટે રિઝર્વેશન ન હટાવતા હોવાનો આક્ષેપ
- વર્ષોથી પરપ્રાંતીયો રહેતા હોવાથી તેમને દસ્તાવેજ કરી આપવા કરી માંગ
Surat:સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે હજારોની સંખ્યામાં અસરગ્રસ્ત પરિવારોએ પોતાના વિસ્તાર પર મૂકાયેલા 'અનામત' (Reservation)ને તાત્કાલિક હટાવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શિવાજી નગર, બાલાજી નગર, સોમનાથ નગર, શિવદર્શન નગર, શિવકૃપા નગર સહિતની નવ જેટલી સોસાયટીઓના હજારો પરિવારો આ મોરચામાં જોડાયા હતા.
અસરગ્રસ્તોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રખાયા
સ્થાનિક પૂર્વ કોર્પોરેટર સુરેશ સોનવણેના નેતૃત્વમાં આ તમામ રહેવાસીઓએ પાલિકા કચેરી બહાર એકઠાં થઈને સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેશ સોનવણેએ આકરા આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, આ તમામ પરિવારો છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. તેઓ ગ્રામ પંચાયતના સમયથી લઈને આજે પાલિકા હસ્તક આવ્યા ત્યાં સુધી નિયમિતપણે ટેક્સ ભરતા આવ્યા છે. તેમ છતાં પાલિકા દ્વારા આ વિસ્તારોને જાણી જોઈને પ્રાથમિક સુવિધાઓ જેમ કે રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થાથી વંચિત રાખવામાં આવ્યા છે.
બિલ્ડરોને ફાયદો કરાવવા રિઝર્વેશન મૂકાયું: આક્ષેપ
Surat : સુરતના નવાગામના ડીંડોલીની નવ સોસાયટીના રહીશોનો મોરચો
પાલિકાની મુખ્ય કચેરીએ અસરગ્રસ્ત લોકોએ નોંધાવ્યો વિરોધ
9 સોસાયટીઓમાં પાલિકાનું રિઝર્વેશન હટાવવાની લોકોની માગ
25-30 વર્ષથી આ 9 સોસાયટીના લોકો રહેતા હોવાનો દાવો
શિવાજીનગર, બાલાજીનગર સહિતની 9 સોસાયટીના લોકોની માગ#Gujarat… pic.twitter.com/cegXVGyYgJ— Gujarat First (@GujaratFirst) November 29, 2025
સુરેશ સોનવણેએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો હતો કે, “સરકારે જાણી જોઈને અને માત્ર બિલ્ડરોને આર્થિક ફાયદો કરાવવાના બદઈરાદાથી આ રહેણાંક વિસ્તાર પર ‘રિઝર્વેશન’ મૂક્યું છે. આ નિર્ણય ગરીબ અને મધ્યમવર્ગના લોકોને બેઘર કરવા સમાન છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, અહીંના હક્કો માટે લડતા લોકોની વાત સાંભળવા માટે પણ સત્તાના નશામાં મદમસ્ત સતાધીશો મળવા તૈયાર નથી, જે અત્યંત શરમજનક બાબત છે.
આત્મવિલોપન અને આમરણાંત ઉપવાસની ચીમકી
આ મામલે તંત્રના ઉદાસીન વલણથી નારાજ થઈને પૂર્વ કોર્પોરેટર સુરેશ સોનવણેએ તંત્રને સ્પષ્ટ અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો 31 ડિસેમ્બર, 2025 સુધીમાં આ 2,000થી વધુ પરિવારોની રિઝર્વેશન હટાવવાની અને તેમને ન્યાય આપવાની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ પાલિકાની મુખ્ય કચેરી બહાર આત્મવિલોપન કરશે.
વધુમાં સુરેશ સોનવણેએ જણાવ્યું હતું કે આત્મવિલોપન પહેલાના ચરણમાં, જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો તેઓ 1 જાન્યુઆરી, 2026 થી કલેક્ટર કચેરી ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરશે. આ ચીમકીના પગલે પાલિકાના વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અસરગ્રસ્તોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમને લેખિતમાં આશ્વાસન નહીં મળે, ત્યાં સુધી તેઓ પોતાનો વિરોધ ચાલુ રાખશે. સ્થાનિક રહેવાસીઓના આ ઉગ્ર આંદોલનને કારણે પાલિકા કચેરીની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતના VNSGU માં Chat GPTના આધારે કોપી કરતાં વિદ્યાર્થિની ઝડપાઈ


