Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં પોલીસ દ્વારા વ્યાજખોરો પર પાસા હેઠળની કામગીરી કરાતા અન્ય વ્યાજખોરોમાં ફફડાટ

ફરી એક વખત શહેર પોલીસે સપાટો બોલાવ્યોવધુ 8 વ્યાજખોરને પાસા કરાયા20 દિવસમાં 161 વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરાઇવ્યાજખોરોને પાસા હેઠળ અમદાવાદ, નડીયાદ અને વડોદરા જેલમાં ધકેલી દેવાયા પોલીસે છેલ્લા 20 દિવસમાં 161 જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છેજેમાં 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો પણ દાખલસુરત પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર વ્યાજખોરી સામે ચાલી રહેલી પોલીસની રાજ્યવ્યાપ
સુરતમાં પોલીસ દ્વારા વ્યાજખોરો પર પાસા હેઠળની કામગીરી કરાતા અન્ય વ્યાજખોરોમાં ફફડાટ
Advertisement
  • ફરી એક વખત શહેર પોલીસે સપાટો બોલાવ્યો
  • વધુ 8 વ્યાજખોરને પાસા કરાયા
  • 20 દિવસમાં 161 વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરાઇ
  • વ્યાજખોરોને પાસા હેઠળ અમદાવાદ, નડીયાદ અને વડોદરા જેલમાં ધકેલી દેવાયા 
  • પોલીસે છેલ્લા 20 દિવસમાં 161 જેટલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરી છે
  • જેમાં 52 વ્યાજખોરો સામે ખંડણીનો ગુનો પણ દાખલ
સુરત પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર વ્યાજખોરી સામે ચાલી રહેલી પોલીસની રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ છે. સુરતમાં પિતા-પુત્ર સહિત કુલ આઠ ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાય છે. 
સુરતમાં પ્રથમ વખત આઠ વ્યાજખોર સામે પાસાની કાર્યવાહી કરાઈ છે. સુરત શહેરમાં પ્રથમ વખત આઠ જેટલા વ્યાજખોરોને પાસામાં ધકેલવામાં આવતાં લેભાગુ તત્ત્વોમાં ખળભળાટ મચી ગયો છે. આ વ્યાજખોરો દસથી વીસ ટકા વ્યાજ વસૂલતા હોવાના પોલીસને પુરાવા મળ્યા છે. આ ઉપરાંત આ વ્યાજખોરો લોકોની મિલકતો પોતાના નામે કરાવી તેમના અપહરણ જેવા કારનામાને અંજામ આપતા હતા.
પોલીસ દ્વારા વ્યાજખોરો પર લગામ લાગવા તેમની યાદી તૈયાર કરવામાં આવી છે
સુરત પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણને ડામવા શરૂ કરેલા અભિયાન અંતર્ગત અને વ્યાજખોરો સામે કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ 8 જેટલા વ્યાજખોરોની પાસા હેઠળ અટકાયત પણ કરવામાં આવી છે, સાથે જ તેમને રાજ્યની જુદી જુદી સબ જેલોમાં ધકેલી આપવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસે ગેરકાયદેસર રીતે રૂપિયાનું ધિરાણ કરી 10 થી 15 ટકા સુધીનું વ્યાજ વસૂલી લોકોનું શોષણ કરતાં વ્યાજખોરો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. 
30 દિવસમાં શહેર પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરીને અનેક વ્યાજખોરો સામે કાયદાકીય કાર્યવાહી કરી વ્યાજખોરોને જેલ ભેગા કરી દીધા છે. જ્યારે છેલ્લા 20 દિવસમાં પોલીસે 161 જેટલા વ્યાજખોરોની ધરપકડ કરી છે. જ્યારે સુરત શહેરમાંથી આ દુષણ સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરાય છે. સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર વ્યાજખોરી સામે પોલીસની રાજ્યવ્યાપી ઝુંબેશ ચાલી રહી છે. જુદાજુદા પોલીસ સ્ટેશનમાં નોંધ કાર્યવાહી કર્યા બાદ સુરત પોલીસ દ્વારા આઠ ફાઈનાન્સ૨ની પાસા હેઠળ અટકાયત કરી જુદીજુદી જેલમાં મોકલી આપ્યા છે.
પાસા કરાયેલા આરોપીઓની યાદી
1. જયક્રિષ્ના ઉર્ફે સંજય – શીતલાપ્રસાદ ઓઝા (ઉ. વ.43 હું રહે.ડીંડોલી) ને અમદાવાદ જેલમાં ધકેલ્યો છે. 
2. જનકભાઇ વનાભાઇ - ચુડાસમા (ઉ.વ.38 રહે. ઓલપાડ) ને નડિયાદ જેલમાં ધકેલ્યો છે.
3. અબ્દુલ કાદિર મહમદ બસીર ડાંગરા (ઉ.વ.28 ૨હે.અડાજણ પાટીયા) ને અમદાવાદ જેલમાં ધકેલ્યો છે.
4. વિમલભાઇ મણીલાલ મોદી (ઉ.વ.45 રહે.પર્વત પાટિયા ) ને અમદાવાદ જેલમાં ધકેલ્યો છે.
5. મુકેશભાઇ નીલંબર ઝા (ઉ.વ.30 રહે.ગોડદરા ) ને વડોદરા જેલમાં ધકેલ્યો છે.
6. કપિલકુમાર રામસિંગ સૈની (ઉ.વ.32 રહે.સારોલી) ને વડોદરા જેલમાં ધકેલ્યો છે.
7. ચંદ્રપ્રકાશ ઉર્ફે ખજાનસી મહાદેવભાઇ ગુપ્તા (ઉ. વ.52 રહે.ડીડોલી) ને વડોદરા જેલમાં ધકેલ્યો છે. 
8. અજય ચંદ્રપ્રકાશ ગુપ્તા (ઉ.વ.28 ૨હે.ડીંડોલી) ને વડોદરા જેલમાં ધકેલ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×