વડાપ્રધાનશ્રી મોદીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, આજે 4 વિજય સંકલ્પ સંમેલન સંબોધશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતેPM મોદીની જાહેરસભા બાદ સુરત ના સર્કિટ હાઉસ ખાતે રાતવાસોઆજે બીજા દિવસે PM મોદી કોને મળશેકોના ભાગ્યમાં હશે PMની મુલાકાત, તેના પર સૌ કોઈની રહેશે નજરઉદ્યોગકારો સાથે PM મોદી શુભેચ્છા મુલાકાત કરશે - ભાજપ સૂત્રો એક પણ મિનિટ બગડ્યા વગર વિધાનસભા બેઠકોના ચિતાર મેળવવા થઈ શકે સરપ્રાઇઝ પ્રોગ્રામ જોકે હાલ ચોક્કસ કોઈ માહિતી નહીંપરંતુ PM દ્વારા અન્ય બેઠકોન
Advertisement
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે
- PM મોદીની જાહેરસભા બાદ સુરત ના સર્કિટ હાઉસ ખાતે રાતવાસો
- આજે બીજા દિવસે PM મોદી કોને મળશે
- કોના ભાગ્યમાં હશે PMની મુલાકાત, તેના પર સૌ કોઈની રહેશે નજર
- ઉદ્યોગકારો સાથે PM મોદી શુભેચ્છા મુલાકાત કરશે - ભાજપ સૂત્રો
- એક પણ મિનિટ બગડ્યા વગર વિધાનસભા બેઠકોના ચિતાર મેળવવા થઈ શકે સરપ્રાઇઝ પ્રોગ્રામ
- જોકે હાલ ચોક્કસ કોઈ માહિતી નહીં
- પરંતુ PM દ્વારા અન્ય બેઠકોનું મનોમંથન શરૂ કરાશે
- પહેલા તબક્કાનું કાર્ય પૂરું થયું હવે બીજા તબક્કા માટેનું કેમ્પેઇન શરૂ થશે
- સુરતમાં મોટા ભાગના સોરાસ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના લોકો વશે છે
- જેથી એ તમામ અગ્રણીઓને વડાપ્રધાન મળે એવી પણ શક્યતા નકારી શકાય નહીં
ગુજરાતમાં ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર જોરશોરથી થઇ રહ્યો છે. હાલમાં સુરત ચૂંટણીના પ્રચાર માટે વધુ ચર્ચામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે છે. રવિવારે તેમની સુરતમાં રેલી યોજાઇ હતી, જેમા તેઓ વિપક્ષ પર ખૂબ જ ગુસ્સામાં હોય તેવું જોવા મળ્યું હતું. તેમણે રેલી દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશને કોંગ્રેસ અને સમાન વિચારધારા ધરાવતા પક્ષો સામે સતર્ક રહેવાની જરૂર છે જેઓ તેમની વોટ બેંકને બચાવવા માટે "મોટા આતંકવાદી હુમલાઓ" પર મૌન રહે છે.
આતંકવાદીઓના શુભેચ્છકોથી સાવધાન : PM મોદી
ગુજરાતના સુરત પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે કહ્યું, “નવી પેઢીએ અમદાવાદ અને સુરતના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ જોયા નથી. હું તેને આતંકવાદીઓના શુભેચ્છકોથી સાવધાન કરવા માંગુ છું. બાટલા હાઉસ એન્કાઉન્ટર આતંકવાદનું કૃત્ય હતું પરંતુ કોંગ્રેસના નેતાઓએ તેના પર સવાલ ઉઠાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ રવિવારે રાત્રે સુરતમાં જનસભાને સંબોધિત કરતા આ વાત કહી. આ પહેલા તેમણે સુરતના એરપોર્ટથી અબ્રામા ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો હતો. આ દરમિયાન તે ઘણી જગ્યાએ કારમાંથી ઉતર્યા અને લોકોનું અભિવાદન કર્યું.
PM આજે આ ચાર સ્થળોએ રેલીઓને સંબોધશે
મહત્વનું છે કે, આ વખતે આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાનમાં છે. રેલી દરમિયાન વડાપ્રધાન મોદીએ આડકતરી રીતે પ્રહાર કરતા કહ્યું હતું કે, વર્ષોથી નર્મદા ડેમ પ્રોજેક્ટનો વિરોધ કરનારાઓને ચૂંટણીની ટિકિટ આપનારાઓને ગુજરાતમાં પગ ન મૂકવા દેવા જોઈએ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લા, ભરૂચ જિલ્લાના આદિવાસી બહુલ નેત્રંગ અને સુરત શહેરમાં રેલીઓ સંબોધીને ભાજપની તરફેણમાં મત માંગ્યા હતા. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી આજે ભાવનગરના પાલિતાણા, કચ્છના અંજાર, જામનગર અને રાજકોટમાં રેલીઓને સંબોધશે. રાજકોટ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે PM મોદી ફરી આવી રહ્યા છે. લોકો તેમને જોવા અને સાંભળવાનું પસંદ કરે છે. અમે રાજકોટ જિલ્લાની તમામ બેઠકો જીતવાની આશા રાખીએ છીએ.
મારે દેશને બોમ્બ વિસ્ફોટોથી બચાવવાનો છે : PM મોદી
PM મોદીએ કહ્યું, “2014માં જનતાના મતે દેશમાંથી આતંકવાદને ખતમ કરવા માટે મોટી પહેલ કરી હતી. દેશના શહેરોની વાત તો છોડો, હવે આતંકવાદીઓએ આપણી સરહદો પર હુમલો કરતા પહેલા ઘણું વિચારવું પડશે, પરંતુ કોંગ્રેસ આપણી સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવે છે. તેમણે કહ્યું કે, મારે દેશને બોમ્બ વિસ્ફોટોથી બચાવવો છે. ભાજપની ડબલ એન્જિન સરકાર જ આ કરી શકે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


