યુનિવર્સિટીના રેઢિયાળ કારભારના કારણે નવી શિક્ષણનિતીનો અમલ માત્ર કાગળ ઉપર
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ભવિષ્ય રામ ભરોસેયુનિવર્સિટીના રેઢિયાળ કારભારના કારણે નવી શિક્ષણનિતીનો અમલ માત્ર કાગળ ઉપરવિધાર્થીઓ સહિત સેનેટ સભ્યએ યુનિવર્સિટી સામે બાયો ચડાવીપ્રત્યેક વર્ષના અંતે અનુક્રમે સર્ટીફિકેટ, ડિપ્લોમાં અને જનરલ ડિગ્રી આપવા માંગ કરાઈસેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા કુલપતિને પત્ર લખી રજૂઆત ક્રાઇમનવી શિક્ષણનિતીનો વર્ષો વીતવા છતાં અમલ નહીં જ્યારે જૂની
Advertisement
- યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ભવિષ્ય રામ ભરોસે
- યુનિવર્સિટીના રેઢિયાળ કારભારના કારણે નવી શિક્ષણનિતીનો અમલ માત્ર કાગળ ઉપર
- વિધાર્થીઓ સહિત સેનેટ સભ્યએ યુનિવર્સિટી સામે બાયો ચડાવી
- પ્રત્યેક વર્ષના અંતે અનુક્રમે સર્ટીફિકેટ, ડિપ્લોમાં અને જનરલ ડિગ્રી આપવા માંગ કરાઈ
- સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા કુલપતિને પત્ર લખી રજૂઆત ક્રાઇમ
નવી શિક્ષણનિતીનો વર્ષો વીતવા છતાં અમલ નહીં જ્યારે જૂની શિક્ષણનિતીથી વિદ્યાર્થીઓમા મૂંઝવણ તેવામાં પ્રથમ વર્ષ પૂર્ણ ક૨ના૨ને સર્ટીફિકેટ, બીજુ વર્ષ પૂર્ણ કરનારને ડિપ્લોમાંની ડીગ્રી, અને ત્રીજુ વર્ષ પૂર્ણ કરનારને જનરલ ડીગ્રી અને સંપૂર્ણ ગ્રેજ્યુએશન ચાર વર્ષ પૂર્ણ કરનારને સ્પે.ડીગ્રી આપવા માંગ ઉઠી છે.
નવી શિક્ષણનિતી અમલ સાથે વિદ્યાર્થીઓને વર્ષ પ્રમાણે ડિગ્રી આપવા સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા માંગ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત છે કે, વિધાર્થીઓને ભવિષ્યની ચિંતા સ્તાવી રહી છે. સેનેટ સભ્ય પણ યુનિવર્સિટી સામે બાયો ચડાવી છે. પરંતુ ખુદ યુનિવર્સિટી દ્વારા આ તસ્દી લેવામાં નહીં આવી જે ખૂબ જ દુઃખની વાત છે. આ અંગે ભાવેશ રબારીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એકેડેમીક કાઉન્સીલની મીટિંગમાં નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 અંગર્તત U.G. પ્રોગ્રામ ચાર વર્ષનો કરવાનો લેવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને ચાર વર્ષ પૂર્ણ થયા પછી ગ્રેજયુએશનની ડીગ્રી આપવાનું નક્કી કરાયું હતું, પરંતુ આ ચાર વર્ષના કોર્ષમાં ઘણા વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસક્રમ છોડીને જાય તેવા સંજોગોમાં પ્રથમ વર્ષ પૂર્ણ ક૨ના૨ને સર્ટીફીકેટ, બીજુ વર્ષ પૂર્ણ કરનારને ડિપ્લોમાંની ડીગ્રી, ત્રીજુ વર્ષ પૂર્ણ કરનારને જનરલ ડીગ્રી અને સંપૂર્ણ ગ્રેજયુએશન ચાર વર્ષ પૂર્ણ કરનારને સ્પે.ડીગ્રી આપવામાં આવે તેવી જોગવાઈ નવી રાષ્ટ્રીય શિક્ષાનીતિ - 2020 માં વિદ્યાર્થીહિતમાં માર્ગદર્શિકા આપવામાં આવેલ હતી, પરંતુ યુનિવર્સિટી દ્વારા આ માર્ગદર્શિકાની એસી કી તેસી જેમ કોઈ જ પાલન ચાલુ શૈક્ષણિક વર્ષમાં કરવામાં આવ્યું નથી.
વધુમાં ભાવેશ રબારીએ પણ કહ્યું હતું કે, લાંબા સમયથી વિદ્યાર્થીઓની ફરિયાદો ઉઠી રહી છે, કે પહેલા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં LL.B. માં બે વર્ષ પૂર્ણ કરનારને જનરલ ડીગ્રી આપવામાં આવતી હતી, જે હવે બંધ કરવામાં આવી છે અને માત્ર ત્રણ વર્ષ પૂર્ણ કરનારને સ્પે. ડીગ્રી આપવામાં આવી રહી છે. જેનાથી વિદ્યાર્થીઓની વર્ષોની મહેનતનું પાણી થઇ રહ્યું છે. આ મૂદ્દાઓને યુનિવર્સિટીએ ધ્યાનમાં લેવા જોઈએ. નવી NEP-2020 અંતર્ગત હવેથી LL.B. માં વિધાર્થીહિતમાં બે વર્ષ પૂર્ણ કરનારને જનરલ ડીગ્રી યુનિવર્સિટી ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. નવી શિક્ષણનિતીના અમલ સાથે ગ્રેજયુએશનનો અભ્યાસક્રમ ચાર વર્ષનો થઇ ગયો છે, જેમાં 3 વર્ષ બાદ ગ્રેજયુએશનની ડિગ્રી આપવાની જોગવાઇ કરવામાં આવી છે. જેનાં સ્થાને પ્રત્યેક વર્ષનાં અંતે અનુક્રમે સર્ટીફિકેટ, ડિપ્લોમાં, અને જનરલ ડિગ્રી આપવામાં આવે તેવી માંગણી ભાવેશ રબારી દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નવી શિક્ષણ નીતિમાં તમામ યુનિવર્સિટીમાં એક સરખું માળખું જળવાઈ રહે તે માટે 4 વર્ષ પહેલાં એક ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી હતી,
નવી શિક્ષણ નીતિમાં નવી દિશામાં આગળ વધવા સરકાર દ્વારા કુલપતિઓ સાથે ઓનલાઈન બેઠક પણ યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી સરકારની વિધિવત મંજૂરી પણ આપવામાં આવી હતી, ત્યારે આ શિક્ષણનીતિના અમલીકરણ માટે રાજ્ય સરકારની યુનિવર્સિટીઓના કુલપતિઓને આહવાહન કરાયું હતું, આ માટે યુનિવર્સિટીઓ ઝડપભેર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે યુનિવર્સિટી નવી શિક્ષણનીતિ અમલીકરણ સમિતિની રચના કરીને તેના અમલીકરણનો રોડમેપ તૈયાર કરવા માટે પણ સૂચનો કરાયા હતા. જોકે, હાલ તમામ સૂચનો માત્ર કાગળ પણ રહી ગયા હોય એ રીતના જોવા મળતા વિદ્યાર્થીઓ અને સેનેટે સભ્ય દ્વારા યુનિવ્સિટીમાં રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


