Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surendranagar: થાનમાં સગીરા સાથે હેવાનિયત, ભાઇને મારી નાખવાની ધમકી આપી 8 નરાધમોએ આચર્યું દુષ્કર્મ

ભાઇને મારી નાખવાની ધમકી 8 નરાધમોએ સગીરાને પીંખી નાખી નરાધમોએ અલગ અલગ જગ્યાએ લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આયર્યું સગીરાની માતાએ થાન પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી Surendranagar: ગુજરાતમાં ફરી એક દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર (Surendranagar)માં...
surendranagar  થાનમાં સગીરા સાથે હેવાનિયત  ભાઇને મારી નાખવાની ધમકી આપી 8 નરાધમોએ આચર્યું દુષ્કર્મ
Advertisement

ભાઇને મારી નાખવાની ધમકી 8 નરાધમોએ સગીરાને પીંખી નાખી

નરાધમોએ અલગ અલગ જગ્યાએ લઇ જઇ સગીરા સાથે દુષ્કર્મ આયર્યું

Advertisement

સગીરાની માતાએ થાન પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

Advertisement

Surendranagar: ગુજરાતમાં ફરી એક દુષ્કર્મની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર (Surendranagar)માં એક સગીરા સાથે આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સુરેન્દ્રનગર (Surendranagar)ના થાન ખાતે રહેતી સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ જઇને 08 શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જેથી આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Banaskantha: ડીસામાં બનશે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, વાંચો સંપૂર્ણ વિગત

થાન પોલીસ મથકે સગીરાને માતાએ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ

નરાધમોએ સગીરા સાથે દુષ્કર્મ આચરીને ધમકી આપી હતી કે, જો કોઈને જાણ કરશે તો તેના ભાઈને જાનથી મારી નાખશે. આરોપીઓએ સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આયર્યું હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે, આ સમગ્ર બાબતે સગીરાએ પોતાના માતાને જાણ કરી હતી. જેથી માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: દ્વારકાના ખંભાળિયામાં લૂંટારાનો પોલીસને સીધો પડકાર, પોલીસ સ્ટેશન નજીક દિલધડક લૂંટની ઘટના

ભાઈને મારી નાખવીની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું

રાજ્યમાં છેલ્લા એક મહિનામાં આ ત્રીજી કે, ચોથી દુષ્કર્મની ઘટના બની છે. આ નરાધમી આરોપીઓમાંથી જાણે પોલીસનો ડર ખતમ થઈ ગયો હોય તેવી રીતે દુષ્કર્મ આચરી રહ્યા છે. આ ઘટનામાં 8 આરોપીએ સગીરાના ભાઈને મારી નાખવીની ધમકી આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. એ તો ચોક્કસ છે કે, આરોપીઓને ધરપકડ થઈ જવાની છે પરંતુ પ્રશ્ન એ છે કે, આવી ઘટના કેમ બંધ થતી નથી. આ માટે હવે દીકરીઓએ પણ જાતે મજબૂત થવાની જરૂર છે. પોતાની રક્ષા જાતે જ કરવા માટે મહિલાઓ, યુવતીઓ અને દીકરીને સક્ષમ થવાની જરૂર છે. જો કે, હવે પોલીસે કેટલા સમયમાં આરોપીઓને ઝડપી પાડે છે તે જોવું રહ્યું!

આ પણ વાંચો: Surat: ઘર કંકાસ પહોંચી છેક હત્યા સુધી! પતિએ પત્નીની હત્યા કરી પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું

Tags :
Advertisement

.

×