Surendranagar : પાટડીનાં ઝેઝરા ગામે ગોઝારો અકસ્માત, એક સાથે 4 મહિલાનાં મોત
- Surendranagar નાં પાટડીનાં ઝેઝરા ગામ પાસે અકસ્માતમાં 4 મહિલાનાં મોત
- કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 4 મહિલાનાં ઘટના સ્થળ પર જ મોત
- ઈજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયો
- મૂળ લખતરનો અને અમદાવાદ રહેતા પરિવારને નડ્યો અકસ્માત
Surendranagar : સુરેન્દ્રનગરનાં પાટડીનાં ઝેઝરા ગામે ગમખ્વાર અક્સમાતની ઘટના બની છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 4 મહિલાનાં મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. ઈજાગ્રસ્ત કારચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૂળ લખતરનો અને હાલ અમદાવાદ (Ahmedabad) રહેતો પરિવાર ધામા ખાતે આવેલા શક્તિ માતાજીનાં મંદિરનાં દર્શન કરવા માટે ગયો હતો. આ મામલે પોલીસ મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Chaitar Vasava : MP મનસુખ વસાવાના આક્ષેપો પર ચૈતર વસાવાનો પલટવાર! કહ્યું- દર્શનાબેને મને કોઈ..!
Surendranagar ના Patdi ના Zezra ગામે અકસ્માતમાં 4 લોકોના મોત | Gujarat First
કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 4 મહિલાના મોત
કારચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો
મૂળ લખતરનો અને અમદાવાદ રહેતા પરિવારને નડ્યો અકસ્માત
ધામા ખાતે આવેલા શક્તિ માતાજીના મંદિરના દર્શને ગયો હતો પરિવાર… pic.twitter.com/AElztNJpWq— Gujarat First (@GujaratFirst) October 7, 2025
Surendranagar નાં પાટડીમાં અક્સમાત, 4 મહિલાનાં મોત
પ્રાથમિક માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના (Surendranagar) પાટડીનાં ઝેઝરા ગામે ગોઝારા અકસ્માતનો બનાવ બન્યો છે. ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં 04 મહિલાનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે કારચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોનું ટોળું ભેગું થયું હતું અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી અકસ્માત અંગે જાણ કરી હતી. અકસ્માતમાં કારનાં ફુરચેફુરચા ઊડ્યા હતા.
આ પણ વાંચો - પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં Diwali vacation જાહેર! જાણો કઈ તારીખથી શરૂ થશે અને ક્યારે પૂરું
ધામા ખાતે આવેલા શક્તિ માતાજીનાં મંદિરનાં દર્શને ગયો હતો પરિવાર
પોલીસ તપાસ અનુસાર, લખતરનાં (Lakhtar) ડેરવાળાનાં વતની અને હાલ અમદાવાદ રહેતો પરિવાર ધામા ખાતે આવેલ શક્તિ માતાજીનાં મંદિરે (Shakti Mataji Temple at Dhama) દર્શન કરવા માટે ગયો હતો. ત્યાંથી કારમાં પરત ફરતી વખતે ઝેઝરી ગામ પાસે ડમ્પર સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક પોલીસે મૃતદેહોને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. 4 મહિલાનાં મોતથી પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
આ પણ વાંચો - Cough Syrup: ઝેરી કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર એલર્ટ


