ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : ઘીનાં ભેળસેળીયા વેપારી પર ત્રાટકતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર

અંદાજિત કિંમત આશરે રૂ.13 લાખથી વધુ થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ પર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.
08:45 PM Jun 04, 2025 IST | Vipul Sen
અંદાજિત કિંમત આશરે રૂ.13 લાખથી વધુ થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ પર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે.
Ghee_Gujarat_First
  1. શિવ ઇન્‍ડસ્‍ટ્રીઝ, Surendranagar થી કુલ 4 નમૂના અને મે. મહેશ્વરી પ્રોડક્ટસ એન્‍ડ કેમિકલ્સમાં થી 1 નમૂનો દરોડામાં લેવાયા
  2. આશરે 2700 કિગ્રા જેટલો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. 13 લાખથી વધુ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરાયો
  3. નાગરિકોને સલામતને શુદ્ધ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ : કમિશનર ડો. એચ.જી. કોશિયા
  4. રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે : કમિશનર ડો. એચ.જી. કોશિયા

Surendranagar : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, સુરેન્‍દ્રનગર અને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તારીખ 03 જૂન 2025 ના રોજ મે. શિવ ઇન્‍ડસ્‍ટ્રીઝ, સર્વે નંબર: 75/21, ચોટિલા રોડ, મુ. ગુગલીયાના. તા. થાનગઢ જી. સુરેન્‍દ્રનગર ખાતે સંયુક્ત તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્થળ પર પેઢીનાં જવાબદાર રાજેશભાઇ ભરતભાઇ ચાવડાને હાજર રાખી જથ્થા વિશે પૂછપરછ કરતા વેપારીએ હાલમાં પેઢીમાં તૈયાર કરેલ ઘી (શ્રી ભોગ બ્રાન્ડ), લુઝ ઘી, ઘી બનાવવા માટેનાં બટર તેમ જ રિફાઇન્‍ડ પામોલિન ઓઇલ હાજરમાં હોવાનું સ્વીકાર્યું હતું. જે ખાદ્યચીજ ઘીમાં પ્રાથમિક દ્રષ્ટીએ ભેળસેળની શંકા જતા તંત્ર દ્વારા કાયદા હેઠળની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘી સહિત અન્ય ખાદ્યચીજનાં એમ કુલ 4 નમૂના લેવામાં આવ્યા

રાજેશભાઇ ભરતભાઇ ચાવડાની હાજરીમાં ઘી (Ghee) સહિત અન્ય ખાદ્યચીજનાં એમ કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા. વધુમાં ઉક્ત ઘીનો નમૂનો લીધા બાદ બાકીનો આશરે 2700 કિગ્રા કે જેની અંદાજિત કિંમત આશરે રૂ.13 લાખથી વધુ થવા જાય છે તે તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યનાં હિતમાં સ્થળ પર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. ઉક્ત લીધેલ તમામ 4 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે.

આ પણ વાંચો - Banaskantha : સસ્તા અનાજની દુકાનના સંચાલકોની હડતાળ, દુકાનો બંધ કરી નોંધાવ્યો વિરોધ

તપાસ કરતા સ્થળ પરથી રિફાઇન્‍ડ પામોલિન ઓઇલની હાજરી જોવા મળી

ઉપરાંત, તંત્ર દ્વારા ઉક્ત વેપારીની અન્ય પેઢી મે. મહેશ્વરી પ્રોડક્ટસ એન્‍ડ કેમિકલ્સ, મુ. ગુગલિયાના. તા. થાનગઢ જી. સુરેન્‍દ્રનગર (Surendranagar) ખાતે તપાસ કરતા સ્થળ પરથી રિફાઇન્‍ડ પામોલિન ઓઇલની હાજરી જોવા મળી હતી, જેનો હાજર જવાબદાર રાજેશભાઇ ચાવડાની હાજરીમાં નમૂનો લેવામાં આવ્યા છે અને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકા હોઈ તેમનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં (Food and Drug Regulatory Authority) અધિકારીઓનાં દરોડાથી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ પણ વાંચો - IRCTC Tatkal Ticket : તત્કાલ ટ્રેન બુકીંગની દેશવ્યાપી સમસ્યા પાછળ બુકિંગ માફીયાઓ અને ગેરકાયદેસર સૉફ્ટવેર કારણભૂત

ભેળસેળવાળું ખોરાક બનાવનારાઓ સામે કાર્યવાહી: કમિશનર ડો. એચ.જી. કોશિયા

કમિશનર ડો. એચ.જી. કોશિયાએ (Dr. H.G. Koshia) જણાવ્યું કે, ગુજરાત રાજ્યનાં નાગરિકોને સલામતને શુદ્ધ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે. રાજ્યમાં ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.

આ પણ વાંચો - Surat : 17 મહિનામાં 1032 કંડક્ટર, 218 ડ્રાઈવર સામે મનપાની કાર્યવાહી

Tags :
District Supply OfficerDr. H.G. KoshiaFood and Drug AdministrationFood and Drug Regulatory AuthorityGheeGUJARAT FIRST NEWSM. Maheshwari Products and ChemicalsPalmolein OilSurendranagarThangadhTopGujaratiNews
Next Article