Surendranagar: સગી જનેતા સહિત 12 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તાંત્રિક નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત
- અચાનક તબિયત બગડતા તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો
- આ ભૂવાએ પરિવાર સહિત 12 લોકોને ભૂવાએ મોતને ઘાટ ઉતાર્યા હતા
- નવલસિંહે પોતાની સગી માતા, કાકા અને દાદીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા
Surendranagar: એક એવો ઠગ તાંત્રિક કે જેણે તાંત્રિક વિધિના બહાને 12 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ ઠગ ભૂવાનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે હાલ અમદાવાદ રહેતા અને મૂળ વઢવાણના તાંત્રિક ભૂવાની લોકઅપમાં તબિયત લથડયા બાદ સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. આ ભૂવા પર એક બે નહીં પરંતુ 12 લોકોની હત્યા કરી હોવાનો આરોપ છે. જે મામલે ભૂવાએ કબૂલાત પણ કરી હતી.
આ પણ વાંચો: Botad: સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની પોલીસે કરી ધરપકડ
પોતાના પરિવાર સહિત 12 લોકોને ભૂવાએ મોતને ઘાટ ઉતાર્યા હતા
ઉલ્લેખનીય છે કે, મૃત્યુ નીપજેલ ભૂવા નવલસિંહ ચાવડાએ સરખેજ પોલીસ સમક્ષ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વાંકાનેર, અંજાર અને પોતાના પરિવાર સહિત 12 વ્યક્તિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સોડિયમ નાઈટ્રેટથી 12 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. એટલું જ નહીં પરંતુ આ ભૂવાએ તેની સગી માતા, કાકા અને દાદીને પણ પતાવી દીધા હતા. એકના ચાર ગણા રૂપિયા આપવાની લાલચ આપી દારૂમાં સોડિયમ નાઈટ્રેટ મિક્ષ કરી 12 વ્યક્તિની હત્યા નિપજાવી હતી.
આ પણ વાંચો: ખેડૂતો માટે પ્રેરણારૂપ છે આ દંપતી, ડોલરની નોકરી છોડી કરી રહ્યાં છે સરગવાની પ્રાકૃતિક ખેતી
પોતાના માતા, કાકા અને દાદીની પણ કરી હતી હત્યા
આ ભૂવો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઈટ્રેટ ખરીદતો હોવાનું સરખેજ પોલીસની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. થોડા દિવસો પહેલા જ સરખેજ પોલીસ તાંત્રિક ભૂવા નવલસિંહ ચાવડાને તપાસ અર્થે વઢવાણ ખાતેના નિવાસ સ્થાને લાવી હતી. પોલીસ સ્ટેશનમાં અચાનક તબિયત બગડતા તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો જ્યાં તેનું મોત થયું. જો કે, મોત પહેલા પોલીસ કસ્ટડીમાં આ ભૂવાએ કરેલી 12 હત્યાની કબૂલાત કરી લીધી હતી. જો કે, અત્યારે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Rajkot: વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો, રોકડ અને મોબાઈલની ચલાવતો હતો લૂંટ


