Surendranagar: મોડી રાત્રે Hospital ના Lighting Board પર પડી વીજળી, જુઓ Video
- હોસ્પિટલના લાઈટિંગ બોર્ડ પર વીજળી પડતો Video વાયરલ
- બોર્ડ પર વીજળી પડતાં જ બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું
- સદ્દનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા મોટી દુર્ઘટના ટળી
Surendranagar: ગઈકાલે મોડી રાત્રે સુરેન્દ્રનગર (Surendranagar) શહેરમાં એક દ્રષ્ટિમાં આવે તેવી ઘટના ઘટી, જયારે સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના લાઈટિંગ બોર્ડ પર વીજળી પડવાની ઘટના બની હતી. વિગતે વાત કરવામાં આવે તો, દુધરેજ રોડ પર આવેલા આ હોસ્પિટલના લાઈટિંગ બોર્ડ પર વીજળી પડતાં લાઇવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. નોંધનીય છે કે, અત્યારે વરસાદી માહોલ છે તો વીજળી પડવાની ઘટનાઓ અવારનવાર પડતી રહે છે. જેના દ્રશ્યો ઘણીવાર કેમેરામાં કેદ થઈ જાય છે.
Surendranagar: Hospital ના Lighting Board પર વીજળી પડી, પછી જુઓ શું થયું । Gujarat First
-Surendranagar શહેરમાં ગઈકાલે મોડી રાત્રે Hospital ના Lighting Board પર વીજળી પડતો Video આવ્યો સામે
-Video માં શહેરના Dudhrej રોડ પર આવેલ Shah Medical College and Hospital ના Lighting Board… pic.twitter.com/HJfmvVVteJ— Gujarat First (@GujaratFirst) October 22, 2024
આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને 1 કરોડનું ઈનામ, જાણો કોણે કરી જાહેરાત
હોસ્પિટલના લાઈટિંગ બોર્ડ પર વીજળી પડતાં જ બોર્ડમાં શોર્ટ સર્કિટ
આ ઘટનાની વાત કરવામાં આવે તો, અંદાજે 12 માં માળ ઉપર બિલ્ડિંગની અગાસીમાં ઉંચાઈ પર લગાવેલ હોસ્પિટલના લાઈટિંગ બોર્ડ પર વીજળી પડતાં જ બોર્ડમાં શોર્ટ સર્કિટ થયું હતું. આ ઘટના જોતા મંડળીમાં રહેલા લોકોની ચિંતા વધી ગઇ, પરંતુ મહત્વની વાત એ છે કે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી. મોટા પ્રમાણમાં દુર્ઘટના ટળી ગઈ, પરંતુ આ ઘટના સલામતીના પગલાંને ધ્યાનમાં રાખવાની જરૂરિયાતને સ્પષ્ટ રીતે દર્શાવે છે. હવામાન વિભાગ દ્વારા વરસાદ અને વાવાઝોડા સાથે વીજળીના તીવ્ર વાતાવરણમાં ચેતવણી આપવામાં આવે છે.
આ પણ વાંચો: Gujarat: આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી, નામ આપવામાં આવ્યું ‘દાના’
ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
આ ઘટનાને જોતા લોકો એખ વાત ખાસ યાદ રાખે કે કુદરતી આફતો સામે કઇ રીતે સજાગ રહેવું જોઈએ. જ્યારે આવી સ્થિતિ સર્જાય તો ખાસ તકેદારી રાખવી જોઈએ. ગઈ કાલે રાત્રે સુરેન્દ્રનગર શહેરમાં આવેલી સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના લાઈટિંગ બોર્ડ પર વીજળી પડવાની ઘટના બની હતી. જો કે, આ ઘટનામાં માત્ર શોર્ટ સર્કિટ થયું હતું પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યાં નથી.
આ પણ વાંચો: દિવાળી પર્વને લઇને પોલીસ એક્શન મોડમાં, પાંડેસરા પોલીસે ખરીદી બજારમાં હાથ ધર્યું ફૂટ પેટ્રોલિંગ


