ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : પાટડી સરકારી હોસ્પિટલ Video વિવાદમાં તપાસનાં આદેશ

પાટડીમાં આવેલ સરકારી હોસ્પિટલનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં મૃતક દર્દીનાં સગાને કેટલાક પોલીસકર્મી લાફા મારતા નજરે પડે છે.
09:43 PM Jun 03, 2025 IST | Vipul Sen
પાટડીમાં આવેલ સરકારી હોસ્પિટલનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં મૃતક દર્દીનાં સગાને કેટલાક પોલીસકર્મી લાફા મારતા નજરે પડે છે.
Surendranagar _Gujarat_first
  1. Surendranagar નાં પાટડીની સરકારી હોસ્પિટલમાં વિવાદનો મામલો
  2. પોલીસકર્મી દર્દીના સગાને લાફા મરતો હોવાનો વીડિયો થયો હતો વાઇરલ
  3. વીડિયો વાઇરલ થયા બાદ જિલ્લા પોલીસવડાએ આપ્યા તપાસનાં આદેશ
  4. ધ્રાંગધ્રા DYSP જે.ડી. પુરોહિતને સમગ્ર મામલે સોંપવામાં આવી છે તપાસ

સુરેન્દ્રનગર જિલ્લાના (Surendranagar) પાટડીમાં આવેલ સરકારી હોસ્પિટલનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં મૃતક દર્દીનાં સગાને કેટલાક પોલીસકર્મી લાફા મારતા નજરે પડે છે. આ વીડિયો વાઇરલ થયા બાદ જિલ્લા પોલીસવડાએ તપાસનાં આદેશ આપ્યા છે. આરોપ અનુસાર, દર્દીનાં સગાએ હોસ્પિટલનાં સ્ટાફ સાથે માથાકૂટ કરી હતી, જે બાદ પોલીસની ટીમ પહોંચી હતી અને દર્દીનાં સગા અને પોલીસકર્મીઓ વચ્ચે પણ મામલો બિચક્યો હતો. દરમિયાન, પોલીસકર્મીઓ દર્દીનાં સગાને લાફા માર્યા હતા. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ (Gujarat First News) વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Corona in Gujarat : રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું! અત્યાર સુધીમાં 461 એક્ટિવ કેસ નોંધાયા

પોલીસકર્મી દર્દીના સગાને લાફા મરતો હોવાનો વીડિયો થયો હતો વાઇરલ

આરોપ અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીની (Patdi) સરકારી હોસ્પિટલમાં શિક્ષક રાજેન્દ્રભાઈ જાદવ સારવાર હેઠળ હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું મૃત્યું થતાં તેમનાં સગાઓએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યું હતું. જે બાદ પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી હતી. ત્યાર બાદ મૃતક દર્દીના સગાઓ અને પોલીસકર્મીઓ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. દરમિયાન, પોલીસ કર્મચારી તેમ જ PI બી.સી. છત્રાલીયાએ હંગામો મચાવનાર યુવકને લાફા ઝીંક્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

આ પણ વાંચો - Kutch Sindoor Van : અમદાવાદ બાદ ભુજમાં બનશે 'સિંદૂર વન', એક હેક્ટરમાં 10 હજાર છોડ રોપાશે

વીડિયો વાઇરલ થયા બાદ જિલ્લા પોલીસવડાએ આપ્યા તપાસનાં આદેશ

આરોપ છે કે, સરકારી હોસ્પિટલમાં (Government Hospital Video) હંગામો મચાવનાર યુવક પીધેલી હાલતમાં હતો, જે મામલે તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનાનો વીડિયો સામે આવતા જિલ્લા પોલીસવડાએ તપાસનાં આદેશ આપ્યા છે અને ધ્રાંગધ્રા DYSP જે.ડી. પુરોહિતને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ સમગ્ર મુદ્દે ટીમ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો - Rajkot : ગોંડલ હાઇવે પર કારનું ટાયર ફાટતા અકસ્માત, હડમતાળાનાં 23 વર્ષીય યુવકનું મોત

Tags :
Dhrangadhra DYSP J.D. PurohitGovernment Hospital VideoGUJARAT FIRST NEWSPatdiPI B.C. ChhatraliyaSurendranagarSurendranagar policeSurendranagar Police Viral VideoTop Gujarati Newsviral video
Next Article