Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Swadeshotsava 2025 : આત્મનિર્ભર ભારતનો હુંકાર

વડાપ્રધાનની ભારતને 'આત્મનિર્ભર' બનાવવાની સંકલ્પનાને આગળ ધપાવતા, સ્વર્ણિમ જાગરણ મંચ (SJM) અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ થી શરૂ થઈને ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે..
swadeshotsava 2025   આત્મનિર્ભર ભારતનો હુંકાર
Advertisement

Swadeshotsava 2025: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ની ભારતને 'આત્મનિર્ભર' બનાવવાની સંકલ્પનાને આગળ ધપાવતા, સ્વર્ણિમ જાગરણ મંચ Swadeshi Jagran Manch (SJM) અને સ્વર્ણિમ ભારત વર્ષ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 'સ્વદેશોત્સવ ૨૦૨૫' નું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ(Union Home Minister Amit Shah)ના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) અને નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી(Harsh Sanghavi)એ પણ તેમની પ્રેરક ઉપસ્થિતિ આપી હતી. આ રાષ્ટ્રવ્યાપી એક્સ્પો ૦૫ ડિસેમ્બર, ૨૦૨૫ થી શરૂ થઈને ૦૯ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી ચાલશે.

Advertisement

ગૃહમંત્રી અમિતભાઈ શાહે ઉદ્ઘાટન બાદ સ્વદેશી શક્તિના પ્રતીક સમી 'સ્વાનુભૂતિ પ્રદર્શની' ને પણ ખુલ્લી મૂકી હતી, જે સ્વદેશી ઉત્પાદનો અને ભારતીય કળાનું ભવ્ય પ્રદર્શન છે.

Advertisement

Swadeshotsava 2025 : જ્ઞાન અને જાગૃતિ માટે વિશેષ સેમિનારનું આયોજન

સ્વદેશોત્સવ ૨૦૨૫ માં જ્ઞાન અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી મહત્ત્વના વિવિધ વિષયો પર વિશેષ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે:

તારીખવિષય
૦૫ ડિસેમ્બરપર્યાવરણ સંકલ્પ સંમેલન
૦૬ ડિસેમ્બરસ્ટાર્ટઅપ્સ ઉડાન ૨૦૨૫ અને સ્વદેશી સંકલ્પ અભિયાન
૦૭ ડિસેમ્બરમાતૃશક્તિની ભૂમિકા અને સાયબર સિક્યુરિટી અવેરનેસ
૦૮ ડિસેમ્બરઆયુર્વેદ અને સ્વાસ્થ્ય તથા Intellectual Property Rights
૦૯ ડિસેમ્બરપ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખેતી

આ મહોત્સવ દરમિયાન, દરરોજ સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે, જે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહિત કરશે.

ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે આયોજિત આ પાંચ-દિવસીય મહોત્સવ સ્વદેશી ઉત્પાદનો, કલા અને જ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટેનો એક અનોખો અવસર પૂરો પાડશે. આ અવસરે સ્વર્ણિમ જાગરણ મંચના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ પણ વાંચો : Fisheries of Gujarat : ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર-કચ્છ મોખરે

Tags :
Advertisement

.

×