Tapi: જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર, નથી પહોંચ્યો અહીં વિકાસ!
- ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે લોકો મજબૂર બન્યા
- ઝરાલી ફળિયામાં સ્મશાન ભૂમિ તરફ જતાં રસ્તામાં પાણી ફરી વળ્યું
- અહીં લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર
Tapi: ગુજરાતના ભારતના સૌથી વધારે વિકસિત રાજ્ય ગણવામાં આવે છે. છતાં પણ ગુજરાતના એવા ઘણા વિસ્તારો છે જ્યાં વિકાસ પહોંચ્યો જ નથી. અહીં લોકો પાયાની જરિયાતો માટે પણ વલખા મારી રહ્યાં છે. તાપી (Tapi)માં પણ આવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યાં છે. તાપી (Tapi)ના છેવાડાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે હોડીમાં જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા છે.
Tapi: વિકસિત Gujarat ની દયનિય સ્થિતિના વધુ એક દ્રશ્યો આવ્યા સામે | Gujarat First#DevelopedGujarat #FloodSituation #BoatFuneral #NarayanpurVillage #TaptiFloods #UkaiDamOverflow #GujaratFloods #InfrastructureIssues #SmashanYatra #LocalStruggles #BridgeDemand #GujaratFirst pic.twitter.com/amkB8hHZKw
— Gujarat First (@GujaratFirst) October 24, 2024
આ પણ વાંચો: આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી, ખેડૂતો માટે રાહતના સમાચાર
સ્મશાન યાત્રા માટે વર્ષોથી હાલાકીનો સામનો કરવો પડે છે
મળતી જાણકારી પ્રમાણે, ઝરાલી ફળિયામાં સ્મશાન ભૂમિ તરફ જતાં રસ્તામાં ઉકાઇ જળાશયનું પાણી ફરી વળતા લોકોને સ્મશાન યાત્રા માટે વર્ષોથી હાલાકીનો સામનો કરવો પડે છે. જો આવા સમયે કોઈ દુર્ઘટના સર્જાય તો અનેક લોકોના જીવને જોખમ થઈ શકે છે. ઉકાઇ જળાશયનું પાણી ભરાતા દર વર્ષે લોકોને અંતિમ યાત્રા દરમિયાન મુશ્કેલીઓ પડે છે. અહીં લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા માટે મજબૂર બને છે.
આ પણ વાંચો: Cyclone Dana આજે રાત્રે ભારે તબાહી મચાવશે, પશ્ચિમ બંગાળમાં અસર શરુ
છેવાડાના માનવી સુધી કેમ સુવિધાઓ નથી પહોંચતી?
મહત્વની વાત છે કે, ગુજરાતમાં આટલો વિકાસ થઈ રહ્યો છે. તો પછી છેવાડાના માનવી સુધી કેમ સુવિધાઓ નથી પહોંચતી? અહીંના લોકોએ માંગણી કરી છે કે, તંત્ર દ્વારા અહીં ઉકાઇ જળાશયના પાણીના લેવલથી ઊંચો પુલ બનાવી આપવામાં આવે. જો કે, અહીં પુલની તાતી જરૂર પણ જણાઈ રહીં છે. કોઈ દુર્ઘટના પહેલા તંત્ર જાગે અને પુલ બનાવે વધુ ઇચ્છનીય છે. પાણી પહેલા પાળ બાંધી દેવી ખુબ જ જરૂરી છે. લોકોએ રજૂઆતો પણ કરી છતાં હજી સુધી લોકોની વાતે કોઈએ ધ્યાને લીધી નથી.
આ પણ વાંચો: દમ ઘૂંટાઈ રહ્યો છે દિલ્હીના લોકોનો! ઝેરી શ્વાસ લેવા રાજધાનીવાસીઓ મજબૂર


