Tharad: જીગ્નેશ મેવાણીએ પોલીસ વિરુદ્ધ બેફામ વાણીવિલાસ કર્યો હોવાના આક્ષેપ સાથે ભારે વિરોધ
- Tharad અને Patan જિલ્લામાં જીગ્નેશ મેવાણીનો ભારે વિરોધ
- પોલીસ પરિવારે સાથે મળીને કર્યો વિરોધ
- જીગ્નેશ મેવાણીના વર્તનથી લોકો નારાજ
- પોલીસ પણ સમાજનું અભિન્ન અંગ હોવાની કરી વાત
- 'જીગ્નેશ મેવાણી હાય હાય'ના નારા સાથે નીકળ્યા લોકો
Tharad:થરાદ જિલ્લામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી(Jignesh Mevani)એ દારુ, ડ્રગ્સના વેચાણનો વિરોધ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને તોછડી ભાષામાં દારુનું વેચાણ અટકાવવા કહ્યું હતુ. સાથે જ પોલીસનો પણ ઉધડો લઈ પટ્ટા ઉતરી જશેની વાત કરી હતી. ત્યારે હવે થરાદ(Tharad)માં દારુ, ડ્રગ્સનું દૂષણ દૂર કરવા નિકળેલા જીગ્નેશ મેવાણીનો સ્થાનિકોએ જ વિરોધ કર્યો છે. સ્થાનિકો પોલીસના સમર્થનમાં આવ્યા છે. સાથે સાથે પાટણમાં પણ વિરોધ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ રેલી યોજી પોલીસનું સમર્થન કર્યું છે.
પાટણમાં Jignesh Mevani નો વિરોધ
થરાદમાં પોલીસના પટ્ટા ઉતારવાના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના નિવેદનને લઈ થરાદ અને પાટણમાં આક્રોશ જોવા મળ્યો છે. પાટણ જીલ્લા પોલીસ પરિવાર તેમજ સમર્થકો દ્વારા પાટણ પોલીસ હેડ કવાર્ટરથી કલેકટર કચેરી સુધી સૂત્રોચાર સાથે રેલી યોજવામાં આવી છે. જીગ્નેશ મેવાણીના બેફામ વાણીવિલાસને લઈને પોલીસ પરિવારમાં આક્રોશ છે.
Tharad માં મહિલાઓએ જીગ્નેશ મેવાણી વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા
થરાદમાં પણ મહિલાઓએ પણ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો છે. પોલીસના સમર્થનમાં વેપારીઓએ બજાર બંધ રાખ્યું હતુ. થરાદ એસપી કચેરીથી લઈ મુખ્ય બજારમાંથી રેલી નીકળી કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જેમાં જીગ્નેશ મેવાણી હાય હાયના નારા મહિલાઓએ લગાવ્યા હતા. કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી અને જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. થરાદ, પાલનપુર વડગામ અને દાંતામાં જન આક્રોશ યાત્રા દરમિયાન જીગ્નેશ મેવાણીએ પોલીસ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હોવાના આક્ષેપ કર્યા છે.
આ પણ વાંચોઃ Surat: નવમા માળેથી મહિલા ડોક્ટર કૂદી પડી, પોલીસે આપ્યું નિવેદન


