Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધો.10 નું રિઝલ્ટ લેવા આવેલી સગીરા સાથે આચાર્યએ કર્યા અડપલાં...!

અહેવાલ---દિનેશ મકવાણા, ભરુચ  ઝઘડીયા તાલુકા નજીક આવેલા ગામમાં રહેતી સગીરા સાથે સ્કૂલના આચાર્યએ અડપલાં કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. સગીરા સાથે અડપલાં પ્રાપ્ત માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા તેના ભાઇ સાથે હાઇસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ...
ધો 10 નું રિઝલ્ટ લેવા આવેલી સગીરા સાથે આચાર્યએ કર્યા અડપલાં
Advertisement
અહેવાલ---દિનેશ મકવાણા, ભરુચ 
ઝઘડીયા તાલુકા નજીક આવેલા ગામમાં રહેતી સગીરા સાથે સ્કૂલના આચાર્યએ અડપલાં કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
સગીરા સાથે અડપલાં
પ્રાપ્ત માહિતી મુજબ ઝઘડીયા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા તેના ભાઇ સાથે હાઇસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. ગત 26 તારીખે તે પોતાના ભાઇ સાથે હાઇસ્કૂલમાં તેનું રિઝલ્ટ લેવા આવી હતી. ત્યારબાદ રિઝલ્ટ લઇને તે ઘેર ગઇ ત્યારે સગીરા રડતી હતી તેથી તેની માતાએ કારણ પુછ્યું હતું જેથી તેણે જણાવ્યું કે હું રિઝલ્ટ લઇને સ્ટાફ રુમમાંથી બહાર નીકળતી હતી તે વખતે હાઈસ્કૂલના આચાર્ય ધર્મેન્દ્રસિંહ રાજે મને બોલાવી જણાવેલ કે તું પાંચ મિનિટ બહાર ઉભી રહેજે,ત્યાર બાદ થોડીવારમાં હાઈસ્કૂલના બધા છોકરાઓ પોત પોતાનું રિઝલ્ટ લઈ જતા રહ્યા હતા અને હું સ્ટાફ રૂમની બહાર બારી પાસે ઉભી હતી. તે વખતે સગીરાનો ભાઈ આવ્યો હતો અને સગીરાને ઘરે જવાનું જણાવતા સગીરાએ તેના ભાઈને જણાવેલ કે આચાર્ય સાહેબે મને પાંચ મિનિટ ઊભા રહેવા કહેલું છે,જેથી સગીરાનો ભાઈ હાઇસ્કુલ કમ્પાઉન્ડ ત્યાં જઈને ઉભો રહ્યો હતો.
સગીરાને બાથ ભરી અડપલા
સગીરા સ્ટાફ રૂમની બારી પાસે ઊભી હતી તે વખતે આશરે સવારના 10 વાગ્યાના અરસામાં ધર્મેન્દ્રસિંહ રાજે હાથથી ઈશારો કરી સગીરાને સ્ટાફ રૂમમાં બોલાવેલ જેથી સગીરા સ્ટાફ રૂમમાં ગઇ હતી. તે વખતે ધર્મેન્દ્રસિંહ રાજે સગીરા સાથે હાથ મિલાવી અભિનંદન આપી તેનો હાથ ખેંચી સગીરાને બાથ ભરી અડપલા કરવા લાગ્યા હતા અને તેના જમણા ગાલ પર કિસ કરવા જતા સગીરાએ તેનું મોઢું ફેરવી લીધું હતું, જેથી સગીરા ગભરાઈ ગઇ હતી અને ધર્મેન્દ્રસિંહ રાજને ધક્કો મારી છોડાવી ત્યાંથી સ્ટાફ રૂમની બહાર નીકળતી હતી, તે વખતે ધર્મેન્દ્રસિંહ રાજે સગીરાને જણાવેલ કે છેલ્લે એક કિસ તો આપતી જા‌,જેથી સગીરા ત્યાંથી દોડીને તેના ભાઈ પાસે જતી રહી હતી.
પોલીસે તપાસ આદરી
 જેથી સગીરાએ તેની માતાને ઝઘડિયા પોલીસ મથકમાં હાઈસ્કૂલના આચાર્ય ધર્મેન્દ્રસિંહ રાજ વિરુદ્ધ પોકસો તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Tags :
Advertisement

.

×