વાસી ઉતરાયણના દિવસે પણ લોકોમાં અનેરો ઉત્સાહ, અમદાવાદથી શરૂ થયેલી પ્રથા સમગ્ર ગુજરાતમાં પહોંચી
- વાસી ઉતરાયણ પહેલા માત્ર અમદાવાદમાં જ ઉજવાતી હતી
- પ્રી નવરાત્રી જેવો કોન્સેપ્ટ પણ અમદાવાદથી જ શરૂ થયો હતો
- આ પ્રકારે વાસી ઉતરાયણનો કોન્સેપ્ટ આજે ગુજરાતના ખુણે ખુણે પહોંચ્યો
અમદાવાદ : 14 જાન્યુઆરી એટલે કે ઉતરાયણનું પર્વ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયું હતું. ગુજરાતીઓએ પતંગ, ચીક્કી, ઉંધીયુ, ફાફડા, જલેબી અને ચિક્કીની ખુબ જ જયાફતો માણી હતી. જો કે ઉતરાયણનું પર્વ પૂર્ણ થઇ ચુક્યું છે. જો કે હંમેશા ઉજવણીનું કોઇને કોઇ બહાનું શોધી લેતા અમદાવાદીઓએ ઉતરાયણમાં પણ વર્ષો પહેલા છટકબાકી શોધી લીધી હતી. આ છટકબારી હવે લગભગ ગુજરાતના ખુણે ખુણા સુધી પહોંચી ચુકી છે.
મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ વાસી ઉતરાયણના દિવસે રજા આપે છે
અમદાવાદથી શરૂ થયેલો વાસી ઉત્તરાયણનો કોન્સેપ્ટ હવે લગભગ ગુજરાતના દરેક ખુણે ખુણા સુધી પહોંચી ગયો છે. ગુજરાતનાં મોટા ભાગના નગરો અને મહાનગરોમાં વાસી ઉત્તરાયણ હવે ઉજવાતી થઇ ગઇ છે. મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ આ દિવસે અધિકારીક રીતે રજા આપતી થઇ છે. આજે આ વાસી ઉત્તરાયણ માટે સમગ્ર ગુજરાત ફરી એકવાર ધાબે ચડી ગયું છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં આજે વાસી ઉતરાયણની ઉજવણી ચાલી રહી છે. ઉત્તરાયણ બાદ વાસી ઉતરાયણના દિવસે પણ લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Gujarat: સમગ્ર રાજ્યમાં 3 હજાર 707 ઈમરજન્સીના કેસ નોંધાયા
ઉતરાયણના દિવસે દાન કરવાનું અનેરૂ મહાત્મય છે
ધાબાઓ પર આજે પણ વહેલી સવારથી જ ચિક્કી, શેરડી અને નાસ્તાની જયાફતોઉડી રહી છે. બીજી તરફ કાપ્યો જ છે... લપેટ... ઉતરી જજોની બુમો સાંભળવા મળી રહી છે. લોકોના ઘરે ઉંધિયાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સમગ્ર ગુજરાતમાં વાસી ઉત્તરાયણ માટે ભારે ઉત્સાહનો માહોલ છે. ઠેર ઠેર પતંગરસિકો દ્વારા પતંગ અને દોરીની ખરીદી પણ કરવામાં આવી રહી છે.
ઉતરાયણનું ધાર્મિક મહત્વ શું
ઉતરાયણના દિવસે સુર્ય પ્રકાશમાં રહેવું ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય મરક રાશિમાં પ્રવેશ કરે છે. સુર્યનું ઉત્તર તરફ અયન એટલે ઉત્તરઅયન (ઉત્તરાયણ) અને સુર્યનો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. હવે પછીથી તમામ માંગલિક કાર્યો થઇ શકશે. ભગવાન સૂર્ય દક્ષિણ અયનથી ઉત્તર તરફ અયન કરે છે. આ પર્વ અંગે અન્ય પણ કેટલીક માન્યતાઓ છે. જેમ કે ભીષ્મ પિતામહને મૃત્યુનું વરદાન હતું. તેવી સ્થિતિમાં તેઓ પુર્નજન્મ લેવા માંગતા નથી હોતા. તેથી તેઓ બાણ શૈયા પર સુર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય ત્યાં સુધી રાહ જુએ છે. જ્યારે સુર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય ત્યારે તેઓ પોતાનું મૃત્યુ સુનિશ્ચિત કરે છે.
આ પણ વાંચો : Chhota Udepur જિલ્લામાં ઉત્તરાયણના દિવસના 14 મેડિકલ ઈમરજન્સીના કેસ સામે આવ્યા
આ દિવસે દાન કરવાથી હજારો ગણું થઇ જાય છે
ઉતરાયણમાં દાનનું પણ અનેરૂ મહત્વ છે. લોકો આ દિવસે ગાયોને ચારો ખવડાવીને, ગોળ ખવડાવીને પુન્યપ્રાપ્તિ રતા હોય છે. આ ઉપરાંત તલ,ગોળ, કપડા જેવી અનેક વસ્તુના પણ દાન કરવામાં આવતા હોય છે. લોકો દાન કરતા હોય છે.
આ પણ વાંચો : ઉત્તરાયણના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થશે આ શુભ કાર્યો, જાણો આજનો કાર્યક્રમ


