Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tiranga Yatra : 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ રાજ્યભરમાં તિરંગા યાત્રા, જુઓ તસવીરો

આજે અમદાવાદ, પાટણ અને કચ્છ જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ, જેમાં રાજકીય અગ્રણીઓ, મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા.
tiranga yatra    હર ઘર તિરંગા  અભિયાન હેઠળ રાજ્યભરમાં તિરંગા યાત્રા  જુઓ તસવીરો
Advertisement
  1. 79 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો (Tiranga Yatra)
  2. સરકારનાં 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રા
  3. અમદાવાદ, પાટણ અને કચ્છ જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ
  4. CM ભુપેન્દ્ર પટેલે ઘરે ધ્વજ લહેરાવી 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરી

Tiranga Yatra : દેશના 79 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 'હર ઘર તિરંગા' અભિયાન (Har Ghar Tiranga Campaign) હેઠળ વિવિધ જિલ્લાઓમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. સુરત, રાજકોટ બાદ આજે અમદાવાદ, પાટણ અને કચ્છ જિલ્લામાં તિરંગા યાત્રા યોજાઈ, જેમાં રાજકીય અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ઘરે તિરંગા લહેરાવ્યો હતો અને 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરી.

Advertisement

કુબેરનગરની આદર્શ સ્કૂલથી રામેશ્વર ચાર રસ્તા સુધી તિરંગા યાત્રા યોજાઈ

અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો આજે સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. આ તિરંગા યાત્રામાં CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) સહિત ધારાસભ્યો, નેતાઓ, કોર્પોરેટરો, અગ્રણીઓ, રેપિડ એકશન ફોર્સ અને મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. તિરંગા યાત્રાનું આયોજન કુબેરનગરની આદર્શ સ્કૂલથી રામેશ્વર ચાર રસ્તા સુધી કરવામાં આવ્યું હતું. 3 કિ.મી.ની તિરંગા યાત્રાનો (Tiranga Yatra) રૂટ તિરંગા થીમ પર સુશોભિત કરાયો હતો.

Advertisement

વેસ્ટન રેલવે અમદાવાદ ડિવિઝન દ્વારા પણ યોજાઈ Tiranga Yatra

જણાવી દઈએ કે, વેસ્ટન રેલવે અમદાવાદ ડિવિઝન (Western Railway Ahmedabad Division) દ્વારા પણ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રામાં અમદાવાદ વેસ્ટન રેલવેનાં કર્મચારીઓ જોડાયા હતા. ઉપરાંત, સાબરમતી વિધાનસભાના MLA પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રા ડી કેબીન રેલવે કોલોની વિસ્તારમાં ફરી હતી. દરમિયાન, ઘરે ઘરે તિરંગા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તિરંગા વિતરણની સાથે સ્વચ્છતાનો સંદેશ પણ લોકોને અપાયો હતો.

આ પણ વાંચો - "જેલમાં AAPનો ‘આદિવાસી ફાઈટર’: ચૈતર વસાવાને રાહત નહીં, હાઈકોર્ટે શું કહ્યું?"

પાટણમાં સાંસદ મયંક નાયકે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

પાટણમાં (Patan) પણ આજે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ તિરંગા યાત્રા યોજાઈ હતી. શેઠ એમ.એન. હાઇસ્કૂલથી શહેરનાં વિવિધ માર્ગો પર તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. રાજ્યસભાનાં સાંસદ મયંક નાયક દ્વારા તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રામાં કલેક્ટર, ઇન્ચાર્જ એસ.પી., પોલીસ સ્ટાફ, હોમગાર્ડસનાં જવાનો, વિવિધ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તિરંગા યાત્રાનું હિંગળાચાચર ચોક, બગવાડા દરવાજા, સુભાષ ચોક થઈ પ્રગતિ મેદાન ખાતે સમાપન થયું હતું.

 આ પણ વાંચો - POCSO : દુષ્કર્મના આરોપીએ 20 વર્ષની સજા સાંભળતાં જ કોર્ટમાંથી નૌ દો 11

કચ્છનાં રાપરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલિયન દ્વારા બાઇક રેલીનું આયોજન

કચ્છ જિલ્લાનાં રાપરમાં પણ તિરંગા બાઇક રેલી યોજાઈ હતી. બોર્ડર સિક્યુરિટી ફોર્સની 84 બટાલિયન દ્વારા "હર ઘર તિરંગા" અભિયાન હેઠળ આ બાઇક રેલીનું આયોજન કરાયું હતું. દેશભક્તિ અને એકતાની ઉત્સાહી આ યાત્રામાં 21 મી બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), મોવાના અને શિવગઢ પ્રાથમિક શાળાનાં બાળકો અને ગામનાં લોકોને જોડાયા હતા. બાઈક રેલી મોવાણા ગામમાંથી પસાર થઈ નાગપુર લોદ્રાણીથી રાપર સ્વામિનારાયણ મંદિર સુધી યોજાઈ હતી. ન.પા.નાં પ્રમુખ દ્વારા ફૂલહાર તથા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Tiranga Yatra : તિરંગા યાત્રામાં સામેલ તમામ વિદ્યાર્થીઓને પાંચ માર્કસ આપવા ગુજરાત યુનિવર્સિટીનો આદેશ

Tags :
Advertisement

.

×