Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પત્ની અને સાસરીયાના ત્રાસથી કંટાળી યુવકે 2 માસૂમ બાળકોની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ....

અહેવાલ----સાબીર ભાભોર, દાહોદ ઝાલોદ તાલુકાના ડુંગરી ખાતે પત્ની અને સાસરીયાથી કંટાળી યુવકે પોતાના બે બાળકોની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બચી જતાં પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના પગલે દાહોદ...
પત્ની અને સાસરીયાના ત્રાસથી કંટાળી યુવકે 2 માસૂમ બાળકોની હત્યા કરી આત્મહત્યાનો કર્યો પ્રયાસ
Advertisement
અહેવાલ----સાબીર ભાભોર, દાહોદ
ઝાલોદ તાલુકાના ડુંગરી ખાતે પત્ની અને સાસરીયાથી કંટાળી યુવકે પોતાના બે બાળકોની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બચી જતાં પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાના પગલે દાહોદ જીલ્લામાં હડકંપ
 માણસને જીવનમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ અહીં એક યુવક પોતાની જ પત્ની અને સાસરિયાના ત્રાસથી એટલી હદે કંટાળી ગયો હતો કે પોતાના જ ફૂલ જેવા બે બાળકોની હત્યા કરી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોતે તો બચી ગયો પણ નિર્દોષ એવા બે બાળકોનું જીવન શરૂ થાય તે પહેલા જ જિંદગી પૂરી થઈ ગઈ હતી. ઘટનાને પગલે સમગ્ર દાહોદ જિલ્લામાં હડ્કંપ મચી ગયો છે.
પત્ની સાથે અવાર નવાર તકરાર
 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામમાં રહેતા ભૂરસીંગ ભાઈ ડાંગી ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં બે દીકરી અને એક દીકરો હતો જેમાથી એક દીકરાને પોતાના ભાઈને દત્તક આપેલો હતો અને એક દીકરી અને દીકરો તેમજ પતિ પત્ની સાથે રહેતા પરંતુ બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર તકરાર થતી રહેતી અને પત્ની લડાઈ કરી પિયરમાં જતી રહેતી હતી
સાસરીયાનો પણ ત્રાસ
યુવક જ્યારે પત્નીને લેવા પિયર જાય તો ત્યાં સાસરિયા પણ બોલાચાલી કરતા જેથી અવારનવાર ની તકરાર થી કંટાળી ભૂરસીંગ ભાઈ એ પોતાની 12 વર્ષની દીકરી પ્રતિક્ષા તેમજ સાત વર્ષનો પુત્ર જયરાજ બંને ઊંઘતા હતા ત્યારે જ બંનેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી અને પોતે પણ સ્યૂસાઇડ નોટ લખી ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો પરંતુ તેમના ભાભી જોઈ જતાં બુમરાણ કરી બચાવી લીધા હતા અને લીમડી પોલીસને જાણ કરી હતી.
યુવક બચી જતાં ગુનો નોંધાયો
 ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યારા ભૂરસીંગની અટકાયત કરી બંને મૃતદેહને પોર્સ્ટમોર્ટ્મ અર્થે મોકલી આરોપી પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પારિવારિક કંકાસમાં આજે બે માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો ત્યારે આવા કઠણ કાળજા વાળા હત્યારા પિતા વિરુદ્ધ ફિટકાર વરસી રહ્યો છે.
Tags :
Advertisement

.

×