આજે ઐતિહાસિક શહેર પાટણનો જન્મ દિવસ, એક સમયે Patan ભારતનું સમૃદ્ધ શહેર હતું
Patan: ઐતિહાસિક નગરી પાટણનો આજે 1279માં સ્થાપના દિન નિમિત્તે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજા વીરવનરાજ ચાવડા,સિધ્ધરાજ જયસિંહ, કુમારપાળ જેવા રાજવીઓને પુષ્પો અર્પી વિરાંજલી આપવામાં આવી હતી.
સ્થાપના દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમનું આયોજન
ઐતિહાસિક નગરી પાટણનો આજે 1279 માં સ્થપના દિન ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા પાટણના સ્થાપના દિન નિમિત્તે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતું. જેમાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત, કેશરી દેવસિંહજી સ્ટેટ ઓફ વાકાનેર અને રાજ્ય સભાના સાંસદ, સહીત અન્ય રાજવીઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં રાજા વીર વનરાજ ચાવડા સિધ્ધરાજ જયસિંહ, કુમારપાળ જેવા રાજવીઓને પુષ્પો અર્પી રાજપૂત યુવા સંઘ દ્વારા વિરાંજલી અપાઈ હતી.
શૂરવીરતા દર્શાવા હેતુથી તલવાર રાસ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે, સ્થાપના દિન નિમિત્તે રાજપૂત દીકરીઓ દ્વારા શૂરવીરતા દર્શાવા હેતુથી તલવાર રાસ કરવામાં આવ્યો હતો. જે જોઈ સૌ કોઈ મંત્ર મુગ્ધ બની જવા પામ્યા હતા. અણહીંલપુર અને હાલના પાટણ શહેરની સ્થાપના વીર વનરાજ ચાવડાએ કરી હતી. જે સ્થાપના દિનની ઉજવણી આજે કરી રહ્યા છીએ આ ભૂમિ એક સમયનું પાટનગર હતું અને મહાન સમ્રાટ કુમાર પાળ રાજા જેમનું પચાસ ટકા હિન્દુસ્તાન પર રાજ હતું. તેવા રાજાએ જીવ હિંસા બંધ કરી નારિયળ વધેરવા, સોપારી નાખવી તેવો મોટો નિર્ણય કર્યો હતો તેવા જીવદયા પ્રેમી હતા તેનું ગૌરવ આજે પણ છે.
પાટણવાસીઓ માટે આજે મહત્વનો દિવસ
આ પ્રસંગે ઉપસ્થિત બળવંત સિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજનો દિવસ ખુબજ આનંદનો છે સમાજમાં ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન કાળમાં શું થઇ શકે તે અંગે ચર્ચાઓ કરવામાં આવી છે. આજથી 1279 વર્ષ પહેલા આખા વિશ્વમાં 10 મોટા શહેરો હતા જેમાં પાટણનું સ્થાન હતું. જેમાં 1 લાખથી પણ વધુની વસ્તી હતી અને તે સમયે જેનો અધભૂત ઇતિહાસ હોય તેને ઉજાગર કરીયે જે શક્તિઓ પડેલ છે. તે સૌ કોઈને કામ લાગે તે પ્રકાર ની વ્યવસ્થા સરકાર અને સમાજ કરી રહી છે તે આનંદની વાત છે તેમ જણાવ્યું હતું.


