Valsad : વધુ એક પરિવારનો સામૂહિક આપઘાત, પત્ની-બાળકની હત્યા કરી પતિએ કર્યો આપઘાત
- વલસાડમાંના ઉંમરગામમાં સામુહિક આપઘાતની ઘટના
- પતિ, પત્ની અને બાળકનો સામુહિક આપઘાત
- સામુહિક આપઘાતનું કારણ અકબંધ
- પોલીસે સહિત ઉચ્ચ અધિકારીઓ શરૂ કરી તપાસ
વલસાડ જીલ્લાનાં ઉંમરગામ ખાતે રહેતા પરિવાર દ્વારા ગત રાત્રીનાં સુમારે અગમ્ય કારણોસર સામુહિક આપઘાત કરી લીધો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિ દ્વારા ગળે ફાંસો ખાધો હોવાની માહિતી જાણવા મળી રહી છે. ઉંમરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
પાડોશીઓએ દરવાજો તોડી તપાસ કરી
મળતી માહિતી મુજબ ઉમરગામનાં સોળસુંબા ગામે રહેતા પરિવાર દ્વારા એકાએક સામુહિક આપઘાત કરી લીધો હતો. પરિવાર ફ્લેટ ભાડે રાખીને રહેતો હતો. સવારનાં સુમારે લાંબા સમય સુધી મકાનનો દરવાજો ન ખુલતા પાડોશી દ્વારા મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. જે બાદ પણ દરવાજો ખોલ્યો ન હતો. પાડોશી દ્વારા આ અંગની જાણ અન્ય પાડોશીઓને કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અને દરવાજો ખખડાવ્યો હતો. પરંતું અંદરથી કોઈ જવાબ ન મળતા પાડોશીઓ દ્વારા દરવાજો તોડીને ચેક કરતા પુરૂષ ફાંસો ખાઘેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે મહિલા અને બાળક બેડ પર સૂતેલા મળી આવ્યા હતા. જે બાદ પાડોશીઓ દ્વારા આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
-Valsad માં સામુહિક આપઘાતની બની ઘટના
-ઉમરગામના સોળસુંબા ગામમાં બની ઘટના
-પતિ, પત્ની અને બાળકનો સામુહિક આપઘાત
-સામુહિક આપઘાતનું કારણ અકબંધ
-પોલીસે સહિત ઉચ્ચ અધિકારીઓ શરૂ કરી તપાસ@SPvalsad #Valsad #FamilyTragedy #PoliceInvestigation #GujaratFirst pic.twitter.com/O7RtUqWo5v— Gujarat First (@GujaratFirst) March 27, 2025
પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યા
ઉમરગામમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યો દ્વારા સામુહિક આપઘાત કર્યો હોવાની જાણ પાડોશીઓ દ્વારા પોલીસને કરી હતી. ત્યારે પોલીસનાં ડીવાયએસપી સહિતનાં ઉચ્ચ અધિકારી દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. તેમજ પરિવાર દ્વારા ક્યાં કારણસર આત્મહત્યા કરી તે હજુ જાણી શકાયું નથી. હાલ તો પોલીસે મૃતકનાં સગા સબંધીઓની શોધખોળ હાથ ધરી છે. તેમજ એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છ. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Dwarka :સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનો બફાટ, સાધુ સંતોમાં રોષ
પોલીસ દ્વારા સગા સબંધીઓની પૂછપરછ હાથ ધરી
પોલીસે ઘટના સ્થળે પહોંચી ફ્લેટમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ પત્ની અને બાળકને ઝેરી પ્રવાહી પીવડાવ્યા બાદ પતિએ ફાંસો ખાધો હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. હાલ તો પોલીસ દ્વારા મૃતકોનાં સગા સબંધીઓ તેમજ મિત્ર વર્તુળમાં પૂછપરછ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચુ કારણ સામે આવશે.
આ પણ વાંચોઃ Surat રો રો ફેરીને દારૂના સપ્લાય માટેનો એક રસ્તો બનાવ્યો, શખ્સની કારમાંથી ઝડપાયો મોટો જથ્થો


