Plane crash : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુર્ઘટના સ્થળનું કર્યું નીરિક્ષણ, આ દુર્ઘટનાથી આખો દેશ દુઃખી: અમિતભાઈ શાહ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુર્ઘટના સ્થળનું કર્યું નીરિક્ષણ
- ઘટનાને લઈને ખૂબજ દુઃખી છુંઃઅમિતભાઈ શાહ
- મૃતકોના પરિવાર સાથે સરકારની સંવેદનાઃ અમિતભાઈ શાહ
- આ દુર્ઘટનાથી આખો દેશ દુઃખી: અમિતભાઈ શાહ
અમદાવાદથી લંડન જઈ રહેલ ક્રેશ થયાના સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળતા તેઓ તાત્કાલીક ગુજરાત આવી પહોંચ્યા હતા. અને મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી હતી. ગૃહમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171 ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. ઘટનાના સમાચાર મળતા જ તરત જ અમારા દ્વારા મુખ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમજ પ્રધાનમંત્રીએ પણ સમગ્ર સ્થિતિની જાણકારી મેળવી હતી. આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ ઉભા છે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને વડા પ્રધાન વતી, હું તમામ મૃતકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.
યાત્રીઓના મૃતદેહ બહાર કાઢવાની પ્રકિયા પૂર્ણઃ અમિત શાહ
વિમાનમાં કુલ 230 લોકો સવાર હતા. જેમાં એક યાત્રીનો બચાવ થવા પામ્યો છે. મૃત્યુનો સાચો આંકડો DNA પરીક્ષણ બાદ આવશે. ઘટના બાદ રાજ્ય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો એલર્ટ કરી છે. વિમાનમાં સવા લાખ લીટર ઈંઘણ હતું. ગરમી અને વાતાવરણના કારણે કોઈ બચીના શક્યું. તમામ યાત્રીઓના મૃતદેહ બહાર કાઢવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
વિદેશમાં રહેતા મૃતકોના સબંધીઓને જાણ કરવામાં આવીઃ અમિતભાઈ શાહ
હોસ્પિટલમાં આ અકસ્માતમાં બચી ગયેલા ઘાયલ મુસાફરને મળ્યા હતા. મૃતકોની સત્તાવાર સંખ્યા DNA પરીક્ષણ પછી જ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ઘટના પછી તરત જ, ગુજરાત સરકારે ભારત સરકારના આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ અને CAPF એકમો સહિત આપત્તિ વ્યવસ્થાપનના તમામ એકમોને ચેતવણી આપી હતી અને બધા સાથે મળીને રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. અકસ્માત સ્થળના વિવિધ ભાગોની મુલાકાત લીધી. જે મુસાફરોના સંબંધીઓ અકસ્માત સ્થળે પહોંચ્યા છે તેમના DNA નમૂના લેવાની પ્રક્રિયા પણ આગામી 2-3 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. જેમના સંબંધીઓ વિદેશમાં છે તેમને જાણ કરવામાં આવી છે અને તેઓ પહોંચતાની સાથે જ તેમના ડીએનએ નમૂના લેવામાં આવશે.
આ પણ વાંચોઃAhmedabad Air plane Crash : પાટણના ચંદ્રુમાણા અને બ્રાહ્મણવાડાના ત્રણ લોકોનું પ્લેન દુર્ઘટનામા મોત
ઉડ્ડયન વિભાગે તપાસ ઝડપી ગતિએ શરૂ કરીઃ અમિતભાઈ શાહ
ગુજરાતની એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને એનએફએસયુ (નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી) સંયુક્ત રીતે શક્ય તેટલા ઓછા સમયમાં ડીએનએ પરીક્ષણ પૂર્ણ કરશે અને ત્યારબાદ મૃતકોના મૃતદેહ તેમના સંબંધીઓને સોંપવામાં આવશે. સંબંધીઓના રહેવા, માનસિક આશ્વાસન અને માનસિક આઘાત સહન કરનારાઓ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉડ્ડયન વિભાગે તેની તપાસ ઝડપી ગતિએ શરૂ કરી છે.