VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં માનેલી પુત્રી-માતા ચાર દિવસના રિમાન્ડ પર
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના કન્ઝ્યૂમર એક્ટિવિસ્ટ પી. મૂરજાણીએ લમણે ગોળી મારીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. તે પૂર્વે તેમણે લખેલા સંદેશમાં માનેલી પુત્રી કોમલ સિકલીગર અને તેના માતા સંગીતા સિકલીગર સામે ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આરોપ મુક્યો હતો. પાણીગેટ પોલીસે આ મામલે માતા-પુત્રીની ધરપકડ કરીને બંનેને ગતસાંજે કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં કોર્ટે બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ અલગ અલગ પાસાઓને ધ્યાને રાખીને માતા-પુત્રીની સઘન પુછપરછ કરનાર હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.
ગતરોજ બંને માતા-પુત્રીને પોલીસે અત્રેની કોર્ટમાં રજુ કર્યા હતા
પી, મૂરજાણીના આપઘાત બાદ માનેતી પુત્રી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સિકલીગર ફરાર હતા. પાણીગેટ પોલીસ મથકની ટીમ દ્વારા બંનેને ભાવનગરથી અટકાયત કરીને વડોદરામાં લાવવામાં આવ્યા હતા. બંને સામે પી. મૂરજાણીની પત્નીએ ફરિયાદ નોંધાવી છે. ગતરોજ બંને માતા-પુત્રીને પોલીસે અત્રેની કોર્ટમાં રજુ કર્યા હતા. જેમાં કોર્ટે બંનેના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, મૂરજાણી દંપતિ નિસંતાન હોવાથી સાત વર્ષ પહેલા પી. મૂરજાણીએ કોમલને તેમની પુત્રી માની હતી. ધીરે ધીરે કોમલનું તેમની ઓફીસે અને ઘરે આવવાનું શરૂ થયું હતું.
આરોપીઓ તથા પેટ્રોલપંપના બેંક સ્ટેટમેન્ટનો અભ્યાસ કરવો ખુબ જ જરૂરી છે
પોલીસ દ્વારા કોર્ટમાં રિમાન્ડના મુદ્દાઓ રજુ કરવામાં આવ્યા છે. જે અનુસાર, માતા-પુત્રી ત્રણ દિવસથી નાસ્તા ફરતા હતા. ત્યારે કોણે આર્થિક મદદ અને આશરો આપ્યો તેની તપાસ કરવી જરૂરી છે. આરોપીઓએ પેટ્રોલપંપવાળી જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લેવા દુષ્કર્મની ફરિયાદની ધમકી આપી હતી, તેમજ મૂરજાણીને માર મારતા હતા, આ પાછળનું મૂળ કારણ જાણવું જરૂરી છે. મૂરજાણીના આપઘાત પાછળ અન્ય કોઇની સંડોવણી છે કે કેમ, અને આરોપીઓ તથા પેટ્રોલપંપના બેંક સ્ટેટમેન્ટનો અભ્યાસ કરવો ખુબ જ જરૂરી છે.
આ પણ વાંચો -- VADODARA : વિદેશી યુવકે ભારે કરી, મેનેજરને માર મારી પૈસા પડાવ્યા, પોલીસ જવાનોની કરી ધૂલાઇ


