VADODARA : નવાયાર્ડમાં તિવ્ર દુર્ગંધ ફેલાતા પૂર્વ વિપક્ષી નેતાએ સવાલો ઉઠાવ્યા
VADODARA : વડોદરાના નવાયાર્ડ (VADODARA - NAVAYARD) વિસ્તારમાં ગતરાત્રે અચાનત તિવ્ર દુર્ગંધ ફેલાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા પડી (PEOPLE COMPLAIN ABOUT AIR POLLUTION - VADODARA) હતી. આ મામલે પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમણે પ્રદુષણ નિયંત્રણ કચેરીને પત્ર લખીને આ મામલે તલસ્પર્શી તપાસની માંગ પણ કરી છે. આ અગાઉ પણ નવાયાર્ડ તથા આસપાસના વિસ્તારોમાં તિવ્ર દુર્ગંધની સમસ્યા ઉદ્ભવી હતી. પરંતુ કૃત્ય કરનાર સુધી તંત્ર ના પહોંચી શકતા કોઇ કાર્યવાહી થઇ શકી ન્હતી.
આંખોમાં બળતરા થવી, ગળામાં ચચરવું જેવી ફરિયાદો
પૂર્વ વિપક્ષી નેતા અમિબેન રાવતએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા શહેરનું હવામાન ફેબ્રુઆરીથી લઇને મે મહિના વચ્ચે ખરાબ હોય છે. પ્રદુષણની અનેક ફરિયાદો ઉઠે છે. આંખોમાં બળતરા થવી, ગળામાં ચચરવું જેવી ફરિયાદો ખાસ કરીને નવાયાર્ડ, છાણી, ગોરવા તથા આસપાસના વિસ્તારના રહીશોમાં જોવા મળે છે. તાજેતરમાં સમાચાર માધ્યમોથી ખ્યાલ આવ્યો કે, છેક માંજલપુર સુધી આ પ્રકારે દુર્ગંધની સમસ્યા સામે આવી હતી.
કયા કારણોસર થઇ રહ્યું છે, તે જાણી શકાયું નથી
વધુમાં જણાવ્યું કે, અમે પ્રદુષણ કંટ્રોલ બોર્ડમાં ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ જ્યારે અમે આ પ્રકારની સમસ્યા ભોગવીએ છીએ. ત્યારે ફરિયાદ કરીએ છીએ. પરંતુ હજી સુધી આ કયા કારણોસર થઇ રહ્યું છે, તે જાણી શકાયું નથી. તેનો ખુલાસો કરવામાં નથી આવતો. ઘણી વખત ફરિયાદ કરીએ, તો અડધો કલાકમાં જ તે બંધ થઇ જાય છે. આ વખતે ફરી ફરિયાદ કરી છે. અને અમને જવાબ મળશે તેવી અપેક્ષા રાખીએ છીએ.
આ પણ વાંચો --- VADODARA : પાલિકાની કચેરી પાસેથી ખરીદેલી મીઠાઇમાં ફૂગ, ગ્રાહકમાં રોષ


