Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BREAKING : વડોદરાના ભાયલી ગેંગ રેપના આરોપીઓને દબોચી લેવાયા

VADODARA : નવરાત્રીના બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા તેના મિત્ર જોડે બેઠી હતી. દરમિયાન તેમની જોડે માથાકુટ કરીને ત્રણ ઇસમો દ્વારા સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. આજે આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી...
breaking   વડોદરાના ભાયલી ગેંગ રેપના આરોપીઓને દબોચી લેવાયા
Advertisement

VADODARA : નવરાત્રીના બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા તેના મિત્ર જોડે બેઠી હતી. દરમિયાન તેમની જોડે માથાકુટ કરીને ત્રણ ઇસમો દ્વારા સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. આજે આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. તમામ આરોપીઓ વડોદરાના તાંદલજા વિસ્તારના રહેવાસી છે. તાંદલજા વિસ્તાર ઘટના સ્થળથી બે કિમી દુર હોવાનું પ્રાથમિક અનુમાન છે.

તમામને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફીસે લઇ જવામાં આવ્યા

પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, વડોદરા પોલીસે ભાયલી ગેંગ રેપના આરોપીઓને દબોચી લીધા છે. પાંચેય આરોપીઓ તાંદલજા વિસ્તારના રહેવાસી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આરોપીઓની પુછપરછ માટે તમામને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફીસે લઇ જવામાં આવ્યા છે. આરોપીઓ કન્સ્ટ્રક્શન સાઇટ પર પીઓપીનું કામ કરતા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તમામ આરોપીઓ પરપ્રાંતિય હોવાનું પ્રાથમિક સુત્રોએ ઉમેર્યું છે.

Advertisement

શું હતો સમગ્ર મામલો ?

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું કે, મોડી રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પીડિતા તેના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં 11 - 30 કલાકે મળી હતી. ત્યાર બાદ બંને ભાયલીમાં આશાપુરા માતાજીના મંદિરની આસપાસ વાત કરવા માટે સ્કુટી પર ગયા હતા. દરમિયાન 2 બાઇક પર પાંચ લોકો આવ્યા હતા. પહેલા તેમણે બંને જોડે અભદ્ર ભાષામાં વાત કરી હતી. બંનેએ તેમનો વિરોધ કરતા એક શખ્સે પીડિતાના મિત્રને રોકી રાખ્યો હતો. અને બે દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અન્ય બે બાઇક સવાર ત્યાંથી ઘટના પહેલા નિકળી ગયા હતા. ઘટના બાદ પીડિતાએ સંતુલીત થઇને પોલીસને જાણ કરી હતી. પહેલા ઘટના સ્થળને કોર્ડન કરવામાં આવી હતી. એફએસએલની ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે. દિવસમાં પણ આવાવરુ વિસ્તાર છે. આરોપીઓનું મોઢું તેમણે જોયું નથી. તેમને તેમના દેખાવ, વાતોની શૈલી વગેરે જણાવી છે. આરોપીઓને પકડવા વિવિધ ટીમો બનાવીને રવાના કરવામાં આવી છે. ગરબા સાથે આ ઘટનાનું કોઇ સંબંધ નથી. સગીરા મિત્રને મળવા ઘરેથી નિકળી હતી.

Advertisement

યાદ આવતું ગયું, તેમ તેમ ફરિયાદ લેવાતી ગઇ

વધુમાં તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં પીડિતાનો મિત્ર બાળપણનો મિત્ર હતો. તેઓ બેસીને વાત કરવા માટે ભેગા થયા હતા. બે આરોપીઓને ખુબ નાનો રોલ છે, તે લોકો વાત કરીને ત્યાંથી જતા રહ્યા હતા. તે લોકો ડિવાઇડર પર બેસીને વાતો કરતા હતા. સવારે 4 વાગ્યે પોલીસ મથક પહોંચી ગયા હતા. પીડિતાનું કાઉન્સિલીંગ કર્યું ત્યાર બાદ જેમ જેમ તેને યાદ આવતું ગયું, તેમ તેમ ફરિયાદ લેવાતી ગઇ. આરોપી પુખ્ત વયનો હોવાનો અંદાજ છે. પીડિતા પરપ્રાંતિય છે. આરોપીની ઓળખાણ નથી થઇ શકી. આરોપીઓ હિંદી અને ગુજરાતી બંને ભાષામાં વાતો કરતા હતા. ઘટના ગંભીર છે, આરોપીઓ બહાર હોવાથી હાલ વધુ માહિતી આપવી યોગ્ય નથી. પોલીસ સંપૂર્ણ સમર્થ્યથી આ કેસ પાછળ પડી છે. ટેક્નિકલ અને એફએસએલ સહિત તમામ આરોપીઓને દબોચવા માટે સતત પ્રયત્નશીલ છે.

દાગીના, આરોપીએ પહેરેલા ગેઝેટ્સ મળ્યા

આખરમાં તેમણે ઉમેર્યું કે, હાલ તહેવારનો મોસમ છે. તમામ ખૂણે ખૂણે નથી પહોંચી શકતી. આ અવાવરૂ જગ્યા છે. ઘટના સ્થળેથી પીડિતાએ પહેલા દાગીના, આરોપીએ પહેરેલા ગેઝેટ્સ મળ્યા છે. પોલીસ તહેવાર દરમિયાન લોકોની અવર-જવર અનુસાર ગોઠવાયેલી જ રહે છે.

આ પણ વાંચો -- VADODARA : ભાયલી ગેંગ રેપના આરોપીઓનો કોઇ પત્તો નહીં, માહિતી આપનારને ઇનામની જાહેરાત

Tags :
Advertisement

.

×