Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાયલીની અર્બન રેસીડેન્સીમાં ગેસ લીક થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા

VADODARA : પેવર બ્લોકની કામગીરી સમયે ગત મોડી સાંજે ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા તિવ્રતાથી ગેસ વાતાવરણમાં ફેલાયો હતો.
vadodara   ભાયલીની અર્બન રેસીડેન્સીમાં ગેસ લીક થતા લોકોના જીવ તાળવે ચોંટ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ભાયલી વિસ્તારમાં આવેલી અર્બન રેસીડેન્સીમાં પેવર બ્લોકની કામગીરી કરતા સમયે ગેસ લાઇનમાં ભંગાણ (GAS LINE LEAKAGE - VADODARA) સર્જાયું હતું. જેના કારણે ગેસની તિવ્ર દુર્ગંધ વિસ્તારમાં ફેલાઇ જવા પામી હતી. ઘટના બાદ રેસીડેન્સીના મકાનોમાંથી લોકો નીચે દોડી આવ્યા હતા. બીજી તરફ ફાયર બ્રિગેડ તથા ગેસ કંપનીને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. અને સ્થિતી કાબુમાં લીધી હતી.

વાસણા-ભાયલી ફાયર બ્રિગેડ તુરંત દોડી આવ્યું

વડોદરાના ભાયલી વિસ્તારમાં અર્બન રેસીડેન્સી નામના ફ્લેટ્સ આવેલા છે. જેમાં પેવર બ્લોકની કામગીરી સમયે ગત મોડી સાંજે ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા તિવ્રતાથી ગેસ વાતાવરણમાં ફેલાયો હતો. ગેસની દુર્ગંધથી સ્થાનિકોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા વાસણા-ભાયલી ફાયર બ્રિગેડ તુરંત દોડી આવ્યું હતું. અને બચાવ કામગીરી કરવામાં આવી હતી.

Advertisement

સલામત અંતરે જતા રહ્યા

ગેસ લાઇનમાં લિકેજના કારણે સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં તુરંત રહીશોનો જાણ કરી દેવામાં આવી હતી. સ્થિતી એક તબક્કે ગંભીર જણાતા તુરંત લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને સલામત અંતરે જતા રહ્યા હતા. આ ઘટના સમયે કોઇ જમવાનું બનાવતું હતું, તો કોઇ પરિવાર સાથે જમવા બેઠું હતું. જો કે, લોકો પોતાના તમામ કામ પડતાં મુકીને સીધા બહારની તરફ દોડ્યા હતા.

Advertisement

માહોલમાં ઉત્તેજના વ્યાપી જવા પામી

ગેસની તિવ્ર દુર્ગંધ ફેલાતા સ્થાનિકોને આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. ટાવર નં - 5 અને 6 માં રહેતા રહીશો દોડીને બહાર આવી ગયા હતા. અને માહોલમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટના અંગે ગેસ વિભાગને જાણ કરવામાં આવતા તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને ગેસ લાઇન બંધ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાર બાદ લાઇનનું સમારકામ હાથ ધરવામાંં આવ્યું હતું.

આ પણ વાંચો -- VADODARA : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં One Nation, One Election છવાયું

Tags :
Advertisement

.

×