VADODARA : ડોર ટુ ડોરના બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માંગ ઉઠી
VADODARA : વડોદરા મહાનગર પાલિકામાં (VADODARA - VMC) તાજેતરમાં વર્ષની અંતિમ સ્ટેન્ડિંગ કમિટી (STANDING COMMITTEE - VADODARA) ની બેઠક યોજાઇ હતી. જેમાં કમિટીના મહિલા સભ્ય દ્વારા ડોર ટુ ડોરના બેદરકાર કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા તથા વિશ્વામિત્રી નદી માટેના આયોજનનો રિપોર્ટ સ્ટેન્ડિંગના સભ્યોને આપવા માટેની રજુઆત કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટે તેઓ અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી ચુક્યા છે. તાજેતરની બેઠકમાં તેમણે તે માંગને દહોરાવી હતી.
સતત અવાજ ઉઠાવતા રહે છે
વડોદરામાં માનવસર્જિત પુર બાદ પાલિકાના અધિકારીઓ પર વરસનારા કોર્પોરેટર પૈકી એક વોર્ડ નં - 6 ના કોર્પોરેટર હેમિશાબેન ઠક્કર હતા. હેમિશાબેન ઠક્કર સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે. સાથે જ તેઓ વિશ્વામિત્રી નદીમાં પૂર નિવારણના પગલાં અંગેની માહિતી તમામ સ્ટેન્ડિંગના સભ્યોને મળે તે માટે સતત અવાજ ઉઠાવતા રહે છે. તાજેતરમાં વર્ષની અંતિમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પાલિકામાંં મળી હતી. જેમાં તેમણે ઉત્તરઝોનમાં ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ સાથે વિશ્વામિત્રી નદીમાં થનારી કામગીરી અંગેની માહિતી માંગી હતી.
કામગીરી ક્યારે શરૂ થશે ? પ્રેઝન્ટેશનમાં શું બનાવ્યું છે ?
સ્ટેન્ડિંગ કમિટીના મહિલા સભ્ય હેમિશાબેન ઠક્કરે મીડિયાને જણાવ્યું કે, ઉત્તરઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનના કોન્ટ્રાક્ટરના ડ્રાઇવર દ્વારા જે બાળકનો અકસ્માત સર્જવામાં આવ્યો હતો. તેનું મોત નિપજ્યું હતું. આ મામલે કમિશનરને પત્ર લખીને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવા માટેની માંગણી મુકી હતી. અને કોન્ટ્રાક્ટરને જલ્દીમાં જલ્દી બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી વધુ એક વખત સ્ટેન્ડિંગમાં રજુઆત કરવામાં આવી છે. બીજી રજુઆત હતી કે, વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે, તેની કામગીરી ક્યારે શરૂ થશે, અને પ્રેઝન્ટેશનમાં શું બનાવ્યું છે, તે સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરવામાં આવે, જેથી ગ્રાઉન્ડ લેવલ પર અમે જે સ્થિતીનો સામનો કર્યો છે, તે અંગે અમે સલાહ-સુચન આપી શકીએ. અમને પણ રોડ મેપ ખબર હોવો જોઇએ. કઇ રીતે, કયું આયોજન લેવામાં આવ્યું છે. અને તેને કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવશે તેની સમગ્ર માહિતી સભ્યોને હોવી જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : "નેતાઓએ વોટ માંગવા આવવું નહીં", સૂચિત બ્રિજનો વિરોધ ઉગ્ર બન્યો


