VADODARA : જળ અને જમીન પર ચાલતી અનોખી કાર, 85 વર્ષે અડિખમ
VADODARA : સામાન્ય રીતે પાણી અને જમીન બંને પર ચાલી શકે તેવી કાર (UNIQUR CAR DRIVE ON ROAD AND WATER) આપણે માત્ર ફિલ્મોમાં જ જોઇ છે. પરંતુ વડોદરામાં આવી કાર હકીકતે સાચવીને રાખવામાં આવી છે. રૂ. 12 હજાર આપીને 85 વર્ષ પહેલા ખરીદવામાં આવેલી કારની આજે રૂ. 1 કરોડ કિંમત આપવા લોકો તૈયાર છે. પરંતુ પિતાની યાદગીરી હોવાના કારણે ગબલવાલા પરિવાર તેને વેચવા માટે તૈયાર નથી. પિતાના મોંઢેથી સાંભળ્યું હતું કે, તેમણે આ કાર જમીન અને જળ બંનેમાં ચલાવી હતી. આજના સમયે કારની હાલત ટનાટન છે. આ કાલ બીજા વિશ્વયુદ્ધ (WORLD WAR 2) માં અમેરિકન સેનાએ ઉપયોગમાં લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર ફોર્ડ કંપનીની છે, જેનું નામ જીપીએ સીપ (Ford GPA SEEP) છે.
અમેરિકાથી પાર્ટસ મંગાવ્યા
કાર માલિક મુસ્તફા નાવડીવાલા (ગબલવાલા) જણાવ્યું કે, આ કાર મારા પિતાએ 85 વર્ષ પહેલા હરાજીમાં ખરીદી હતી. તે સમયે તેની ખરીદ કિંમત આશરે રૂ. 12 હજાર હતી. ત્યાર પછી તેમણે મેઇન્ટેન રાખી, વર્ષ 2012 માં તેમનું નિધન થતા, કારની કાળજી અમે લઇ રહ્યા છીએ. મારા પિતા પોતાના સંતાનની જેમ તેની દેખરેખ કરતા હતા. હવે અમે ત્રણ ભાઇઓ આસિફ ભાઇ, અનિષભાઇ તેમના પપ્પા અને હું પોતે કરી રહ્યો છું. આ કારના એન્જિનનો પાર્ટ વડોદરામાં મળતો નથી. અમે ઘણી જગ્યાએ તપાસ કરી, ત્યાર પછી અમેરિકાથી પાર્ટસ મંગાવ્યા હતા. અમે અહિંયાથી ફોટા પાડીને મોકલ્યા હતા. જે બાદ પાર્ટસ અમેરિકાથી મોકલવામાં આવ્યા હતા.
કારને જોઇને લોકો આશ્ચર્યમાં મુકાયા
વધુમાં તેમણે જણાવ્યું કે, કારનું એન્જિન, ગીયર બોક્સ આખી ગાડીનું કલર સહિતનું કામ કરવામાં આવ્યું છે. આ કાર પાણીમાં ચાલી શકે છે. તેની મશીનરી ચાલુ કન્ડીશનમાં છે. અમે જ્યારે નાના હતા ત્યારે અમારા પિતાએ કારને પાણીમાં ચલાવી હતી. તે અંતે તેમણે અમને કહ્યું હતું. પહેલા પાવાગઢ ખાતે અમારી ટ્રાન્સપોર્ટની ટ્રકો ચાલતી હતી. ત્યારે તેઓ આ કારને લઇને જતા હતા. પાણી ભરાઇ જાય તો તેમાંથી કાર તેઓ કાઢતા હતા. આ કારને જોઇને લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. આ કાર માટે અમને ઘણી ઓફર આવી છે. છેલ્લે રૂ. 1 કરોડ સુધીની ઓફર આવી હતી. તેઓ અમને પૈસા આપવા તૈયાર છે, પરંતુ અમે તેને નથી આપવા માંગતા. આ કાર અમારા પિતાની યાદગીરી છે.
આ પણ વાંચો -- VADODARA : 2 દિવસ પૂર્વે બનેલો રોડ ગેસ લાઇન નાંખવા માટે તોડી નંખાયો


