VADODARA : જેલમાંથી એકમાત્ર વિદ્યાર્થીએ ધો. 10 ની પરીક્ષા આપી
VADODARA : આજથી વડોદરા સહિત રાજ્યભરમાં ધો. 10 અને ધો. 12 ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે શહેર-જિલ્લામાં ફાળવવામાં આવેલા વિવિધ પરીક્ષા કેન્દ્રો પૈકી એક વડોદરાનું સેન્ટ્રલ જેલ પણ છે. આજે ધો. 10 ની પરીક્ષામાં એક માત્ર કેદી વિદ્યાર્થીએ ભાગ લીધો છે. તેની સામે સ્ટાફમાં ત્રણ જેટલા લોકો ફરજ બજાવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, કુલ 5 કેદીઓ બોર્ડની પરીક્ષા આપવાના હતા. તે પૈકી માત્ર એક જ કેદી વિદ્યાર્થી દ્વારા પરીક્ષા આપવામાં આવી રહી છે. એકમાત્ર વિદ્યાર્થી માટે આખું કેન્દ્ર ચાલુ રહેતું હોવાનો વડોદરા શહેર-જિલ્લાનો આ અનોખો કિસ્સો હોઇ શકે છે. (VADODARA JAIL SINGLE STUDENT APPEAR FOR STD . 10TH BOARD EXAM)
કાચા કામનો કેદી સંજય પરમાર હાલ પરીક્ષા આપી રહ્યો છે
વડોદરા સહિત રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે. વડોદરા શહેર જિલ્લામાં વિવિધ શાળાઓમાં પરીક્ષા કેન્દ્રોની ફાળવણી અગાઉથી કરી દેવામાં આવી છે. તે પૈકીનું એક પરીક્ષા કેન્દ્ર વડોદરાની સેન્ટ્રલ જેલમાં આવેલું છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, જેલમાં ધો. 10 અને ધો. 12 ના મળીને 10 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા. તે પૈકી પાંચ જેટલા વિદ્યાર્થીઓ ધો. 10 ની પરીક્ષા આપનાર હતા. પરંતુ હકીકતે આજે જેલના પરીક્ષા કેન્દ્રમાં ધો. 10 નો એકમાત્ર કેદી વિદ્યાર્થી હાજર રહ્યો છે. કાચા કામનો કેદી સંજય પરમાર હાલ પરીક્ષા આપી રહ્યો છે.
એક વિદ્યાર્થીની સામે ત્રણ જેટલો સ્ટાફ તૈનાત
વડોદરા શહેર જિલ્લામાં આ એકમાત્ર અનોખું પરીક્ષા કેન્દ્ર હશે જ્યાં એક વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો છે. એક વિદ્યાર્થીની સામે ત્રણ જેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, વડોદરાની જેલમાં બંધ કેદીનું જીવન ધોરણ સુધરે, અને તેની સાથે જ તેમના જીવનનું ઘડતર થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. આ વચ્ચે એકમાત્ર કેદી દ્વારા પરીક્ષા આપવા બેસવું જેલ પ્રશાસનને નિરાશ કરે તેવું છે.
આ પણ વાંચો --- VADODARA : શ્રી નારાયણ વિદ્યાલય શરૂ કરવા માંગ, વાલી-વિદ્યાર્થીના ધરણાં


