VADODARA : રાત્રે પ્રસંગ પતાવીને પરત ફરતા સમયે સોનાની ચેઇનની તફડંચી
VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) માં હવે તસ્કરો રાત્રીના અંધારામાં પણ સોનાની ચેઇનની તફડંચી (GOLD CHAIN SNATCHING AT NIGHT - VADODARA) કરીને ભાગી જવામાં સફળતા થતા હોવાની ઘટના સામે આવી રહી છે. હાલ લગ્નસરા ચાલી રહ્યો હોવાના કારણે લોકો પ્રસંગોમાં મ્હાલવા માટે તૈયાર થઇને જતા હોય છે. ત્યારે હવે તસ્કરો પણ આ પરિસ્થિતીનો લાભ લેવા મેદાને આવ્યા છે. ગતરાતની ઘટનાનો મામલો કપુરાઇ પોલીસ મથક (KAPURAI POLICE STATIO - VADODARA) માં પહોંચ્યો છે. અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
અજાણ્યા ઇસમો પાછળથી બાઇક લઇને આવ્યા
કપુરાઇ પોલીસ મથકમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગતરોજ તેઓ પોતાના પૌત્રીના લગ્ન હોવાથી સોમા તળાવ સ્થિત પાર્ટી પ્લોટમાં ગયા હતા. રાત્રે 9 - 30 કલાકે તેઓ પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન સોમા તળાવથી ગુરૂકુળ ચાર રસ્તા તરફ જતા વચ્ચે આવતી એસએસવી શાળા પાસે અજાણ્યા ઇસમો પાછળથી બાઇક લઇને આવ્યા હતા. અને મહિલાના ગળામાં હાથ નાંખીને સોનાની ચેઇન પેંડલ સહિત તફડાવી લીધી હતી.
પાછળ બેઠેલા ઇસમની ઉંમર 25 - 30 વર્ષ હોવાનો અંદાજ
અચાનક બનેલી ઘટનામાં મહિલાએ બુમાબુમ મચાવી હતી. જેથી આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા. પરંતુ આ વચ્ચે તસ્કરો ત્યાંથી નાસી છુટવામાં સફળ રહ્યા હતા. તસ્કરોના વર્ણન અંગે મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પાછળ બેઠેલા ઇસમની ઉંમર 25 - 30 વર્ષ હોવાનો અંદાજ છે. તેણે લાલ કલરનો શર્ટ પહેર્યો હતો. અને મોઢે રૂમાલ બાંધ્યો હતો.
અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ
આખરે ઉપરોક્ત મામલે બે તોલા સોનાની ચેઇન અને પેંડલ મળીને રૂ. 1.40 લાખની કિંમતના દાગીનાની તફડંચી મામલે કપુરાઇ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો --- VADODARA : બરોડા ડેરીના નોકરી કૌભાંડમાં વિજિલન્સ તપાસનો ધમધમાટ


