Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચોરી-ધાડથી ધાક જમાવાર "માતવા ગેંગ"ના ડરનો ખાત્મો

VADODARA : મુખ્ય સુત્રધાર સુનીલ વહોનીયા ન્યુ અલકાપુરી વિસ્તારના ઝૂંપડામાં છુપાયેલો હોવાની બબાતમી મળતા તુરંત ટીમ સ્થળ પર પહોંચી
vadodara   ચોરી ધાડથી ધાક જમાવાર  માતવા ગેંગ ના ડરનો ખાત્મો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં વિતેલા દિવસોમાં અનેક વિસ્તારોમાં ચોરી-લૂંટની ઘટનાઓ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. તેવામાં ગુનેગારોનો દબોચી લેવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) ની ટીમો વિવિધ ચોરીના ગુનાની તપાસમાં જોડાઇ હતી. અને સ્થળ પર તથા નજીતના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે આયોજનબદ્ધ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ભાળ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી

તપાસ દરમિયાન ટીમ દાહોદ જિલ્લાના માતવા ગામે રહેતા અને અગાઉ વડોદરા અને ગોધરામાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપી સુનિલ વહોનીયા, માતવા ગેંગના નામથી ચોરીમાં સંડોવાયેલો હોવાના પ્રબળ સંકેતો મળ્યા હતા. જેથી માતવા ગેંગની ભાળ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી. અને તે દિશામાં પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું હતું. દરમિયાન ગેંગનો મુખ્ય સુત્રધાર સુનીલ વહોનીયા ચોરી કરવાના આશયથી ગોત્રી રોડ પર આવેલા ન્યુ અલકાપુરી વિસ્તારના ઝૂંપડામાં છુપાયેલો હોવાની બબાતમી મળતા તુરંત ટીમ સ્થળ પર પહોંચી હતી. અને સુનીલ નારસીંગ વહોનીયા (હાલ રહે. ન્યુ અલકાપુરી, પોલીસ ચોકી પાછળ, પુષ્પમ ટેનામેન્ટ, ગોત્રી) (મુળ રહે. માતવા ગામ, ગરબાડા, દાહોદ), નિલેષ રેવલાભાઇ મકવાણા, પપ્પુભાઇ જવસીંગભાઇ તડવી (રહે. કંબોઇ, લીમખેડા, દાહોદ), સુખરામ દેવાભાઇ વળવી (રહે. ચીલાકોટા, લીમખેડા, દાહોદ), ને દબોચી લીધા હતા.

Advertisement

18 જગ્યાને ટાર્ગેટ બનાવી

તમામે ચોરીનો મુદ્દામાલ એક થેલીમાં મુકી રાખ્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ. 4.14 લાખના દાગીના અને રૂ. 37 હજાર તેમની પાસેથી રીકવર કર્યા છે. તમામની આકરી પુછપરછ કરતા તેઓએ વટાણા વેરી દીધા હતા. છેલ્લા એક વર્ષમાં સુનિલ નારસીંગ વહોનીટયા અને નિલેશ મકવાણાએ ગ્રામ્ય વિસ્તારમાં આવતી અલગ અલગ સોસાયટીઓમાં મળીને 18 જગ્યાને ટાર્ગેટ બનાવી હતી. આ ગુના આચરમાં પપ્પુ તડવી અને સુખરામ વળવી તેમજ અન્ય સાગરીતોએ ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો.

Advertisement

એકબીજાના સંપર્કમાં રહેવા માટે મોબાઇલનો ઉપયોગ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને દબોચી લઇને 11 ગુનાઓ ઉકેલી કાઢ્યા છે. આરોપીઓ એકબીજાના સંપર્કમાં રહેવા માટે મોબાઇલનો ઉપયોગ કરતા હતા. આરોપીઓ દ્વારા શહેરના ગોત્રી, માંજલપુર, લક્ષ્મીપુરા, છાણી, નંદેસરી, અને વડોદરા તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ગુનાઓને અંજામ આપ્યો છે.

આરોપીઓની એમઓ

આરોપીઓ વડોદરાના છેવાડે આવેલી સોસાયટી અને બંગ્લોઝને ઘરફોડ ચોરીના ગુનાઓ માટે શિકાર બનાવતા હતા. રાત્રે એક થી ત્રણ વાગ્યાના અસરામાં જે વિસ્તારમાં નક્કી કર્યું હોય ત્યાં તેઓ ઝાડીમાં પહોંચી જતા હતા. બાદમાં પેન્ટ શર્ટને કમરમાં બાધીને ચડ્ડી-બંડી પહેરી લેતા હતા. ચોરી દરમિયાન કોઇ રીતે પકડાઇ ના જાય તે માટે તેઓ કપડા જોડે પથ્થરો બાંધીને રાખતા હતા.

આ પણ વાંચો -- VADODARA : ઇસ્ટ ઝોનની કચરા ગાડીઓના પૈડા થંભી ગયા, પડતર પ્રશ્ને લડી લેવાના મુડમાં

Tags :
Advertisement

.

×