Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાયબર માફિયાઓનું નવું હથિયાર બન્યુ "વર્ચ્યુઅલ નંબર"

VADODARA : +870 અથવા તો અન્ય નંબર પરથી, જે મોબાઇલ નંબર તમારા ફોનમાં સેવ નથી, તેના પરથી જો કોલ આવે તો આપણે ચેતવું જોઇએ. - સાયબર એક્સપર્ટ
vadodara   સાયબર માફિયાઓનું નવું હથિયાર બન્યુ  વર્ચ્યુઅલ નંબર
Advertisement

VADODARA : સાયબર અપરાધીઓ (CYBER MAFIA) દિવસેને દિવસે નવી મોડસ ઓપરેન્ડીનો આવિષ્કાર કરીને લોકોને ઠગવા માટે તત્પર હોય છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખોટા પુરાવાઓના આધારે મેળવેલા આશરે 80 લાખ જેટલા મોબાઇલના કનેક્શન પર સર્જીકલ સ્ટ્રાઇક કરી નાંખી હતી. જેના કારણે સાયબર અપરાધીઓનો મોટો ઝટકો મળ્યો હતો. આ બાદ હવે તેઓ દ્વારા વર્ચ્યુઅલ નંબર (VIRTUAL NUMBER - CYBER SCAM) નો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. આવા કિસ્સાઓને ઉગતા જ ડામવા માટે વડોદરાના સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર (CYBER EXPERT MAYUR BHUSAVALKAR) દ્વારા લોકોને સચેત કરવામાં આવ્યા છે. અને આવા તત્વો સામે ઇ-લડત આપવા અપીલ કરી છે.

ખોટી કરતુતોને અંજામ આપી રહ્યા છે

હાલના સમયમાં ડિજિટલ અરેસ્ટ (DIGITAL ARREST CASE ON RAISE) ના કિસ્સાઓ વધી રહ્યા છે. સાયબર ગઠિયો ગમે ત્યાંથી બેસીને સામેવાળા વ્યક્તિને બાનમાં લઇને તેની પાસેથી પૈસા પડાવી લે છે. એટલું જ નહીં તેને તેના જ ઘરમાં કેદ કરી મુકે છે. આ કિસ્સાઓ સામે આવતા કેન્દ્ર સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરતા એક ઝાટકો 80 લાખ જેટલા નંબર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બાદ સાયબર અપરાધીઓના મનસુબા તુટ્યા નથી. હવે તેઓ ઇન્ટરનેટના માધ્યમથી મળતા વર્ચ્યુઅલ નંબર તરફ વળ્યા છે. અને તેમની ખોટી કરતુતોને અંજામ આપી રહ્યા છે. આ પ્રકારના કિસ્સા વડોદરા તથા રાજ્યના અન્ય ભાગોમાં સામે આવતા લોકહિતમાં સાયબર એક્સપર્ટ મેદાને આવ્યા છે. અને લોકોને જાગૃત કરી રહ્યા છે.

Advertisement

કોઇ પણ પ્રકારની ધાક ધમકી સામે જાગૃત થવાની જરૂરત

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે (CYBER EXPERT MAYUR BHUSAVALKAR) જણાવ્યું કે, ડિજિટલ રેસમાં સાયબર અપરાધીઓ હવે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. તે લોકો ઇન્ટરનેટ કોલીંગ કરી રહ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે આશરે 80 લાખ જેટલા મોબાઇલ કનેક્શનને, કે જે ફેક ડોક્યૂમેન્ટ્સના આધારે લેવામાં આવ્યા હતા. તેને એઆઇ ટુલ્સના માધ્યમાથી ઓળખ કરીને તેને સસ્પેન્ડ કરી દીધા છે. હવે સાયબર અપરાધીઓ નવી પદ્ધતિનનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તેઓ વર્ચ્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. +870 અથવા તો અન્ય નંબર પરથી, જે મોબાઇલ નંબર તમારા ફોનમાં સેવ નથી, તેના પરથી જો કોલ આવે તો આપણે ચેતવું જોઇએ. આવા કોઇ પણ પ્રકારની ધાક ધમકી સામે જાગૃત થવાની જરૂરત છે. આ લોકોને જાકારો આપવાની જરૂરત છે. અને આ લોકો સામે ફરિયાદ નોંધાવીને તેમની સામે ઇ-લડત આપવાની જરૂરત છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ગેરકાયદે જતી રેતી ભરેલી ટ્રક રોકતા કોંગી આગેવાનને ધમકી

Tags :
Advertisement

.

×