Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પતિ-પુત્રોએ મળીને પરિણીતાના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

VADODARA : મોડી રાત્રે ફોનમાં જણાવ્યું કે, મહેશભાઇ ઉર્ફે પોપટનો પ્રતાપપુરા, ખાખડીયા ફળિયામાં ઝઘડો થયો છે. તેને માથામાં વાગ્યું છે
vadodara   પતિ પુત્રોએ મળીને પરિણીતાના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિણીતા સાથે આડા સંબંધ ધરાવતા પ્રેમીને પતિ અને પુત્રોએ મળીને પકડી પાડી તેને માર મારતા તેનું મોત નિપજ્યું છે. ઘટના બાદ ડેસર પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મહેશભાઇ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા

ડેસર પોલીસ મથકમાં સુમિત્રાબેન કરણસિંહ ચૌહાણએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ડેસરના પ્રતાપપુરા ફળિયામાં પરિવાર સાથે રહે છે. તાજેતરમાં વહેલી સવારે તેમના પતિના મોબાઇલ પર ફોન આવ્યો હતો. અને જણાવ્યું કે, પરિજન મહેશભાઇ ઉર્ફે પોપટ જશવંતસિંહ પરમારનો પ્રતાપપુરા, ખાખડીયા ફળિયામાં ઝઘડો થયો છે. અને તેને માથામાં વાગ્યું છે. જેથી તેમના પતિ અને પુત્ર ત્યાં પહોંચ્યા હતા. ત્યાં જઇને જોતા મહેશભાઇ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. તેને માથા અને મોઢાના ભાગે લોહી નીકળતું હતું. ત્યાં અન્ય માણસો હાજર હતા.

Advertisement

ફરજ પરના હાજર તબિબો દ્વારા મૃત જાહેર કર્યા

તેમને પુછતા જણાવ્યું કે, ફળિયાના ગણો ઉર્ફે ગણપતભાઇ પરમારની પત્ની સાથે મહેશભાઇને આડા સંબંધો હતો. તેને મળવા જતા આજરોત તે પકડાઇ ગયા હતા, ગણો ઉર્ફે ગણપત પરમાર અને તેના પૂુત્રો રાહુલ અને રોહીતે ભેગા મળીને તેને લાકડાના ફટકા વડે જીવલેણ માર માર્યો હતો. ત્યાર બાદ ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે ડેસરના સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

ત્રણ સામે નોંધાઇ પોલીસ ફરિયાદ

આખરે ઉપરોક્ત મામલે ગણો ઉર્ફે ગણપતભાઇ મગનભાઇ પરમાર, રાહુલ ગણો ઉર્ફે ગણપતભાઇ પરમાર, અને રોહિત ગણો ઉર્ફે ગણપતભાઇ પરમાર (તમામ રહે. પ્રતાપપુરા, ડેસર, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે તમામ સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રોગતિમાન કર્યા છે.

આ પણ વાંચો -- VADODARA : પોલો ગ્રાઉન્ડ નજીકની સોસાયટીમાં તસ્કરોના આંટાફેરાએ ચિંતા વધારી

Tags :
Advertisement

.

×