Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ખાસ રેવન્યુ કોર્ટમાં RTS ના 206 કેસો ઠરાવ ઉપર લેવાયા

VADODARA : રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સીના કેસોના નિકાલની ઝૂંબેશના હજુ બે તબક્કા યોજાશે, કુલ 277 કેસને ઠરાવ ઉપર લેવામાં આવ્યા છે.
vadodara   ખાસ રેવન્યુ કોર્ટમાં rts ના 206 કેસો ઠરાવ ઉપર લેવાયા
Advertisement

VADODARA : વડોદરા કલેક્ટર કચેરીમાં પડતર રહેલા રાઇટ્સ ઓફ રેકર્ડ એન્ડ ટેનન્સી (આર.ટી.એસ.)ના કેસોનો નિકાલ કરવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા રચવામાં આવેલી ખાસ રેવન્યુ કોર્ટના પ્રોસેડિંગનો આજે બીજો તબક્કો હતો. જેમાં કુલ ૨૦૬ કેસને ઠરાવો ઉપર લેવામાં આવ્યા છે. સરકારી નર્સિંગ કોલેજ ખાતે પક્ષકારો અને વકીલોએ ઉપસ્થિતિ રહી તેમની અરજી, રજૂઆતો જમા કરાવી હતી. (VADODARA COLLECTOR SPECIAL REVENUE COURT POSITIVE OUTCIME)

પ્રથમ તબક્કામાં ૭૧ અને બીજા તબક્કામાં ૨૦૬ કેસ

આ સ્પેશિયલ રેવન્યુ કોર્ટમાં કુલ ૧૫૬૦ જેટલા કેસોનું પ્રોસેડિંગ હાથ ધરવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીના બે તબક્કામાં કુલ ૨૭૭ જેટલા કેસના ઠરાવો કરવામાં આવ્યા છે, જેમાં ગત શુક્રવાર ને તા. ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ આયોજીત પ્રથમ તબક્કામાં ૭૧ અને આજે આયોજીત બીજા તબક્કામાં ૨૦૬ કેસને ઠરાવ પર લેવામાં આવ્યા છે.

Advertisement

અન્ય તબક્કાઓમાં પ્રાંતવાર પ્રોસેડિંગ હાથ ધરવામાં આવશે

આજે કુલ ૧૪૮૯ જેટલા કેસોનું સવાર અને બપોર બાદ એમ બે સત્રમાં પ્રોસેડિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાંથી કુલ ૨૦૬ કેસને ઠરાવ પર લેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા કેસોનું આગામી અન્ય તબક્કાઓમાં પ્રાંતવાર પ્રોસેડિંગ હાથ ધરવામાં આવશે. કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ મહેસૂલ કર્મીઓ અને અરજદારોને મળ્યા હતા.

Advertisement

કોર્ટનો સમય સવારના ૯થી ૧૧ અને ૧૧.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધીનો રહેશે

મહત્વનું છે કે, સ્પેશિયલ રેવન્યુ કોર્ટનો ત્રીજો તબક્કો તા. ૦૪-૦૪-૨૦૨૫ ને શુક્રવાર તેમજ ચોથો તબક્કો તા. ૧૧-૦૪-૨૦૨૫ ને શુક્રવારે યોજાશે. અગાઉના બે તબક્કાની જેમ જ આગામી બંને તબક્કા પણ સરકારી નર્સિંગ કોલેજ, વેક્સિન કેમ્પસ, દિવાળીપુરા કોર્ટની બાજુમાં યોજાશે. આ કોર્ટનો સમય સવારના ૯થી ૧૧ અને ૧૧.૩૦થી ૧.૩૦ વાગ્યા સુધીનો રહેશે. નાયબ કલેક્ટર શ્રીમતી ગીતાબેન દેસાઇ, શ્રીમતી સુહાનીબેન કેલૈયા અને પૂનમબેન પરમાર આ અભિયાનનું સંકલન કરી રહ્યા છે.

આ પણ વાંચો --- VADODARA : શ્રી કુબેર ભંડારી મંદિરમાં વિવાદ વકર્યો, દાનપેટી હટાવાઇ

Tags :
Advertisement

.

×