VADODARA : ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવવામાં સરકારી યોજનાના લાભાર્થીઓ નિરસ
VADODARA : એગ્રીસ્ટેક પ્રોજેકટ (Farmer Registry Project) અંતર્ગત ભારત સરકાર (GOVT OF INDIA) અને ગુજરાત સરકાર (GOVT OF GUJARAT) ના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડીની જેમ ફાર્મર આઈ.ડી મળશે. રાજ્યમાં ૧૫ ઓક્ટોબર ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થી કુલ ૨,૦૪,૦૬૧ ખેડૂતો પૈકી માત્ર ૨૦૭૩૫ ખેડૂતોએ નોંધણી કરાવી હોવાનું આ તબક્કે સામે આવી રહ્યું છે.
યોજનાનો લાભ લેતા તથા અન્ય ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવવાની રહેશે
ભારત સરકારે પી એમ કિસાન યોજના (PM KISAN YOJNA) ના રૂ. ૨૦૦૦ના આગામી ડિસેમ્બર મહિનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરી છે. જેમાં ૨૫ નવેમ્બર પહેલા વડોદરા જિલ્લા (VADODARA DISTRICT BENEFICIARY) ના પી.એમ. કિસાન યોજનાનો લાભ લેતા કુલ ૨,૦૪,૦૬૧ લાભાર્થીઓ સાથે જ અન્ય તમામ ખેડૂત ખાતેદારોએ નોંધણી કરાવવાની રહેશે.
રૂપિયા ૨૦૦૦ નો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં
ઉલ્લેખનીય છે કે આજ દીન સુધી ફક્ત ૨૦,૭૩૫ ખેડૂતોએ જ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આથી બાકી રહેતા તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વિસીઈ)નો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પી એમ કિસાન યોજનાના રૂપિયા ૨૦૦૦ નો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં. ખેડૂત મિત્રો ‘Farmer Registry Gujarat’ મોબાઇલ એપ્લીકેશન મારફત ઘરે બેઠા જાતે પણ નોંધણી કરી શકે છે.
વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વિસીઈ) તેમજ કોમન સર્વીસ સેન્ટરનો સંપર્ક કરો
ખેડૂતોએ આધાર કાર્ડ સાથે લિંક મોબાઇલ નંબર અને ૮-અ નકલ, ૭-૧૨ નકલ સાથે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વિસીઈ) તેમજ કોમન સર્વીસ સેન્ટર, ગ્રામસેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત વડોદરાની અખબાર યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો -- VADODARA : ગેરકાયદેસર દબાણો પર UP વાળી, પાલિકાનું લશ્કર ત્રાટક્યું


