Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિશ્વામિત્રી નદીમાં મગર મહિલાને ખેંચી ગયો, મૃતદેહનું રેસ્ક્યૂ

VADODARA : વદોદરા (VADODARA) ના વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) માં મહિલાને મગર (CROCODILE) ખેંચી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો એકત્ર થઇ ગયા હતા. બાદમાં સ્થળે મહિલાના મૃતદેહ પાસે મગરોની હાજરી જોવા મળી હતી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડના જવાનોને...
vadodara   વિશ્વામિત્રી નદીમાં મગર મહિલાને ખેંચી ગયો  મૃતદેહનું રેસ્ક્યૂ
Advertisement

VADODARA : વદોદરા (VADODARA) ના વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) માં મહિલાને મગર (CROCODILE) ખેંચી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો એકત્ર થઇ ગયા હતા. બાદમાં સ્થળે મહિલાના મૃતદેહ પાસે મગરોની હાજરી જોવા મળી હતી. આ ઘટના અંગે ફાયર બ્રિગેડના જવાનોને જાણ કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા. કલાકોની જહેમત બાદ આખરે મહિલાને મૃતદેહ રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. મહિલાની ઓળખ કરવા તથા મૃતદેહને વધુ તપાસ અર્થે હોસ્પિટલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

કલાકોની મહેનત બાદ મહિલાના મૃતદેહને રેસ્ક્યૂ કરવામાં સફળતા

વડોદરાવાસીઓ અને મગર ખુબ નજીક નજીક વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસાની રૂતુમાં બંનેને એકબીજાનો સામનો થઇ જાય છે. ત્યારે આજરોજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આજે સવારે કાલાઘોડા બ્રિજ નીચે એક મહિલાને મગર ખેંચી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો એકત્ર થયા હતા. આ ઘટનાના થોડાક સમય બાદ મહિલાના મૃતદેહ પાસે બે-ત્રણ મગર જોવા મળ્યા હતા. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને મગર પાસેથી મહિલાના મૃતદેહને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કલાકોની મહેનત બાદ મહિલાના મૃતદેહને રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી.

Advertisement

દાંડીયા બજાર અને પાણી ગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો

ફાયર સબ ઓફીસર મનોજભાઇએ જણાવ્યું કે, કાલાઘોડા બ્રિજ નીચે એક મહિલાના મૃતદેહ પાસે મગર બેઠો છે, તેવો કોલ અમને આવ્યો હતો. જે બાદ દાંડીયા બજાર અને પાણી ગેટ ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મહિલાના મૃતદેહને રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે. મહિલાનું મૃત્યુ ક્યારે થયું તેની જાણ પોસ્ટ મોર્ટમ બાદ જ ખબર પડી શકે તેમ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વહેલી સવારે પત્નીને ચાકુનો ઘા ઝીંકી પતિએ ગળે ફાંસો ખાધો

Tags :
Advertisement

.

×