Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ખેતી અને ખાતર બંનેનું ધ્યાન રાખીને મબલખ પાક મેળવતા મહિલા

VADODARA : તંદુરસ્ત ભવિષ્ય માટે ગાય આધારિત કુદરતી ખેતી વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે અન્ય ખેડૂતોને વર્મી કમ્પોસ્ટનું વેચાણ કરે છે
vadodara   ખેતી અને ખાતર બંનેનું ધ્યાન રાખીને મબલખ પાક મેળવતા મહિલા
Advertisement

VADODARA : વાઘોડિયા તાલુકાના ગોરજના કપિલાબેન પ્રવિણભાઈ વણકર અન્ય મહિલાઓને કુદરતી ખેતી તરફ વળવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી ગાય આધારિત કુદરતી ખેતી કરે છે અને તેના ખેતરમાં વર્મી કમ્પોસ્ટ પણ બનાવે છે. તંદુરસ્ત ભવિષ્ય માટે ગાય આધારિત કુદરતી ખેતી વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે અન્ય ખેડૂતોને વર્મી કમ્પોસ્ટનું વેચાણ કરે છે. તેણીએ તેમના વિસ્તાર અને નજીકના ગામડાઓમાં સખી મંડળોની મહિલાઓને આરોગ્યનું મહત્વ સમજાવવા અને કુદરતી ખેતી તરફ વાળવા તાલીમ આપે છે. (FEMALE INVOLVED IN COW BASED FARMING AND ORGANIC FERTILIZER - VADODARA)

Advertisement

કુદરતી ખેતી તરફ એક સંકલ્પબદ્ધ પ્રયાસ

કપિલાબેન જેવી ઘણી મહિલા ખેડૂતો કુદરતી ખેતી તરફ વળ્યા છે. કપિલાબેન પરિશ્રમ સખી મંડળ સભ્ય છે. તેઓ કહે છે કે અગાઉ મને ગાય આધારિત કુદરતી ખેતી વિશે કોઈ જાણકારી ન હતી. પરંતુ આત્મા દ્વારા અમોને આ અંગે તાલીમ આપવામાં આવી હતી. હું મારી એક એકર જમીનમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોની કુદરતી રીતે ઉગાડું છું. અત્યાર સુધી લગભગ 12 મહિલા સહિત 21 લોકોને તાલીમ આપી અને કુદરતી ખેતી તરફ વાળ્યા છે.

Advertisement

વિવિધ જાતના ફળોના રોપા ઉગાડે છે

વર્મીકમ્પોસ્ટ 500 કિલોથી વધુ ખાતર તૈયાર કર્યું છે અને પ્રતિ કિલો રૂપિયા 100 ના ભાવે ખેડૂતોને વેચે છે. કપિલાબેન તેમના ખેતરમાં વિવિધ પ્રકારના શાકભાજી અને અન્ય પેદાશો પણ ઉગાડે છે. વિવિધ જાતના ફળોના રોપા ઉગાડે છે અને તેને બજારમાં વેચીને આર્થિક રીતે સમૃદ્ધિ તરફ વળ્યા છે. કપિલાબેન મહિલાઓને કુદરતી ખેતી તરફ વાળવા માટે પ્રતિબદ્ધ બન્યા છે. તદુપરાંત વર્મી કમ્પોસ્ટ ખાતર કેવી રીતે બનાવવું તેની પણ તેમણે જાણકારી આપી.

મહિલાઓ માટે એક આદર્શ નેતૃત્વ

કપિલાબેન પરમાર માત્ર એક કુશળ કૃષિકાર જ નથી, પણ તેઓ ‘પરિશ્રમ સખી મંડળ’ નામની મહિલા મંડળની આગેવાની પણ કરી રહ્યા છે. આ મંડળ દ્વારા તેઓ ગ્રામ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે જાગૃતિ ફેલાવી રહ્યાં છે. ખેતી ઉપરાંત, ગૃહઉદ્યોગ જેવા કે ચોકલેટ અને મોરિંગા પાવડર બનાવવાની તાલીમ દ્વારા તેઓ અનેક મહિલાઓને આવકના નવા સ્ત્રોતો તરફ દોરી રહ્યા છે.

ભવિષ્યના ઉદ્દેશ્યો

કપિલાબેનનું મુખ્ય લક્ષ્ય તેમના ગામની વધુમાંથી વધુ મહિલાઓને કુદરતી ખેતી તરફ વાળવાનું છે. તેમના મતે, કુદરતી ખેતી માત્ર જમીન માટે જ નહિ, પરંતુ માનવ આરોગ્ય માટે પણ અત્યંત લાભદાયી છે. તેઓ મહિલાઓને આ પદ્ધતિઓ શીખવવામાં અને તેમના પરિવારના આરોગ્યની કાળજી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં સક્રિય છે.

આર્થિક અને સામાજિક પરિવર્તન માટે એક મોટું પગલું

તેમની મહેનત અને અનવરત પ્રયાસો આજે માત્ર ગોરજ ગામ માટે જ નહિ, પણ સમગ્ર રાજ્ય માટે એક અનોખી પ્રેરણા બની રહ્યા છે. કપિલાબેન પરમારનો આ પ્રવાસ ગામના આર્થિક અને સામાજિક પરિવર્તન માટે એક મોટું પગલું સાબિત થઈ રહ્યો છે, જે તેમને સાચા અર્થમાં ‘કૃષિ ક્રાંતિના પ્રેરક ચહેરા’ તરીકે સ્થાપિત કરે છે.

આ પણ વાંચો --- VADODARA : PCR વાન હાઇટેક બની, સોલાર સંચાલિત CCTVથી સજ્જ

Tags :
Advertisement

.

×