Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અટલ બ્રિજ પરથી નીચે પટકાતા મહિલાનું મોત, કારણ અકબંધ

VADODARA : વડોદરા (VADODARA) ના વેમાલી પાસેની સોસાયટીમાં 30 વર્ષીય મહિલા અટલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એકાએક બ્રિજ પરથી નીચે ફટકાયા હતા. જેમાં ગંભીર ઇજાઓના કારણે તેમનું સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ત્યારે મહિલા આકસ્મિત...
vadodara   અટલ બ્રિજ પરથી નીચે પટકાતા મહિલાનું મોત  કારણ અકબંધ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના વેમાલી પાસેની સોસાયટીમાં 30 વર્ષીય મહિલા અટલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એકાએક બ્રિજ પરથી નીચે ફટકાયા હતા. જેમાં ગંભીર ઇજાઓના કારણે તેમનું સારવાર દરમિયાન એસએસજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ત્યારે મહિલા આકસ્મિત સંજોગોના ભોગ બન્યા છે કે પછી તેમણે પડતું મુક્યું છે, તથા આ મામલે કોઇ અન્ય કારણ જવાબદાર છે, તેને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. હાલ આ મામલે પોલીસ દ્વારા ઘનિષ્ઠ રીતે તપાસ શરૂ કરાઈ છે.

મહિલા અટલ બ્રિજ પર ચાલતા જતા હોવાના સીસીટીવી સામે આવ્યા

વડોદરા શહેરના વેમાલી ગામ પાસેની અંબે રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષથી મહિલા ઇશીકા દર્શિતભાઈ પરીખ કામ અર્થે પટેલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓ બ્રિજ પરથી નીચે ફટકાયા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહિંયા સારવાર દરમિયાન જ મહિલાનું મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વેમાલી વિસ્તારમાં રહેતી મહિલા કેવી રીતે અટલ બ્રિજ પાસે પહોંચી હતી, તેને લઈને રહસ્ય સર્જાઇ રહ્યું છે. ઘટના બાદ મહિલા અટલ બ્રિજ પર ચાલતા જતા હોવાના સીસીટીવી સામે આવ્યા છે. પરંતુ જે સ્થળેથી તેઓ નીચે પટકાયા ત્યાં સીસીટીવી ના હોવાના કારણે તે અંગે કોઇ માહિતી મળી શકી નથી.

Advertisement

પતિ અમેરિકામાં રહેતા હોવાનું હાલ તબક્કે જાણવા મળ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક મહિલાના 8 મહિના પહેલા જ લગ્ન થયા હતા. તેમના પતિ અમેરિકામાં રહેતા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. મહિલા આકસ્મિત સંજોગોના ભોગ બન્યા છે કે પછી તેમણે પડતું મુક્યું છે, તથા આ મામલે કોઇ અન્ય કારણ જવાબદાર છે, તેને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. હાલ આ મામલે પોલીસ તપાસ બાદ જ વધુ સ્પષ્ટતા આવશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું

Tags :
Advertisement

.

×