VADODARA : યુવતિ પ્રેગ્નેન્ટ થતા યુવકે મોઢું ફેરવ્યું, એબોર્શન કરાવવા ધમકી
VADODARA : વડોદરાના તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) ની હદમાં પાદરાના યુવકે યુવતિ સાથે શારીરિક સંબંધો બાંધી, તે પ્રેગ્નેન્ટ થઇ જતા બાદમાં મોઢું ફેરવ્યુ હતું. બાદમાં યુવતિ તેના મિત્રો તથા પરિવાર દ્વારા મહિલાને એબોર્શન કરાવવા માટે જોરજબરદસ્તી કરવામાં આવી હતી. આખરે આ મામલે પોલીસ મથક પહોંચ્યો છે. અને યુવક તથા તેના મિત્રો અને માતા-પિતા સામે ફરિયાદ નોંધાવવા પામી છે.
બંનેએ મરજીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા
વડોદરા તાલુકા પોલીસ મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ઓગષ્ટ મહિનાથી તે પોતાના ઘરે એકલા રહેતા હતા. તેવામાં સૌરભ કાછીયાએ તેના ઘરે આવીને બંનેએ મરજીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં સૌરભ ઘણી વખત ફ્લેટ પર આવતો હતો. અને બંને વચ્ચે અવાર-નવાર શારીરિક સંબંધો બંધાયા હતા. દરમિયાન સપ્ટેમ્બરમાં એક રાત સૌરભ આવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ બોલવાનું બંધ કરી દીધું હતું.
હું નહીં આવું નોકરી ઉપર છું
દિવાળીમાં પીડિતા તેમના વતન ગયા હતા. દરમિયાન તેમને ઉલ્ટી જેવું થતા તેમણે પ્રેગ્નેન્સી કીટથી તપાસ કરી હતી. જેથી તેમણે કીટથી તપાસ કરતા તેઓ પ્રેગ્નેન્ટ હોવાનું કન્ફોર્મ થયું હતું. જેથી તેઓ ગોત્રી વિસ્તારની હોસ્પિટલમાં ગયા હતા. તેવામાં સૌરભને વાત કરતા તેણે આવવાનો ઇનકાર કરી દીધો હતો. સૌરભે ફોન પર કહ્યું કે, હું નહીં આવું નોકરી ઉપર છું. જેથી પીડિતાએ પુછ્યું કે, મેં તને રાત્રે મેસેજ કર્યો હતો, તે જોયો કે નહીં. જેમાં સૌરભે હા પાડી હતી.
એકલા હાથે સહેલું નથી, આમાં લોસ તમારા બંનેનો છે
બાદમાં સૌરભે પીડિતાને કહ્યું કે, હું તને દવા લખી આપીશ તે લઇ લેજે. ત્યાર બાદ ડોક્ટરે મોબાઇલ ફોન લઇ લેતા, તેણે તેમને દવા આપવા જણાવ્યું હતું. બાદમાં પીડિતાના ફ્લેટ પર ધ્રુવ અને સૌરભ આવ્યા હતા. અને ધ્રુવ એ કહ્યું કે, હું પણ બેબી પ્લાન કરું છું. એકલા હાથે સહેલું નથી. આમાં લોસ તમારા બંનેનો છે. તમે બંને વાત કરીને સોલ્યુશન લાવો અથવા એબોર્શન કરાવી લો.
બીજાનું હોય તે મારા છોકરા ઉપર ના ચોંટાડીશ
બાદમાં નવે.ના મધ્યમાં સૌરભ પીડિતાને મુકવા અમિતનગર સર્કલ ગયો હતો. જ્યાં તેણે કહ્યું કે, આપણે લગ્ન કરી લઇએ, અથવા જેમ ચાલે તેમ ચાલવા દઇએ. બાદમાં પીડિતાએ ડોક્ટર પાસે જવાની વાત કરી હતી. ત્યારે સૌરભે ગોળ ગોળ બહાના બતાવીને વાત ટાળી દીધી હતી. સાંજે આઠ વાગ્યે પીડિતા સૌરભના ઘરે ગઇ હતી. ત્યાં તેના મિત્ર ઓમ બ્રહ્મભટ્ટ, ધ્રુવ ચૌરસિયા અને તેના માતાપિતા હાજર હતી. તેવામાં સૌરભની માતાએ પીડિતાને કહ્ચું કે, તારે શું છે. સામે પીડિતાએ કહ્યું કે, હું તમારા છોકરાથી પ્રેગ્નેન્ટ છું. માતાએ સામે કહ્યું કે, બીજાનું હોય તે મારા છોકરા ઉપર ના ચોંટાડીશ. ગોળી ગળો તો થઇ જાય.
તારાથી જે થાય તે કરી લે
સૌરભના મિત્ર ઓમ બ્રહ્મભટ્ટએ ફાઇલ જોઇને કહ્યું કે, કોઇ મતલબ નથી. તું એબોર્શન કરાવી લે. બાદમાં સૌરભે કહ્યું કે, તારાથી જે થાય તે કરી લે, હું મરી જઇશ. અને તું એબોર્શ કરી લે, લગ્ન નહીં કરે તેવી ધમકી આપી હતી. બાદમાં તેના પિતા પિયુષ કાછીયાએ જે લીગલ એક્શન લેવી હોય તે લઇ લે. લગ્ન તો નહીં જ થાય તેમ જણાવી દીધું હતું.
પીડિતાએ નોંધાવી ફરિયાદ
આખરે પીડિતાએ સૌરભ પીયુષભાઇ કાછીયા (રહે. સંતરામ મંદિર નજીક, પાદરા) એ લગ્નની લાલચ આપીને પ્રેગ્નેન્ટ કરતા, બાદમાં ગર્ભપાત કરાવવા માટે સૌરભ, ઓમ બ્રહ્મભટ્ટ, ધ્રુવ ચૌરસિયા, અને સૌરભના માતા-પિતા દ્વારા ધમકી આપતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને સમગ્ર મામલે પીડિતાએ ફરિયાદ આપી છે. જેના આધારે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- Ahmedabad Metro Video : શરમજનક ઘટના! મહિલા, યુવતીઓની સામે યુવકે કર્યું હસ્તમૈથુન


