Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દંડકના પ્રયત્નોથી ઐતિહાસીક રામનાથ તળાવની ઓળખ મજબુત બનશે

VADODARA : તાજેતરમાં જ દંડકના હસ્તે તળાવના નવીનીકરણનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્ય દિવસ-રાત ચાલી રહ્યું છે
vadodara   દંડકના પ્રયત્નોથી ઐતિહાસીક રામનાથ તળાવની ઓળખ મજબુત બનશે
Advertisement

VADODARA : વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના દંડક બાળુ શુક્લના પ્રયત્નોથી ઐતિહાસીક રામનાથ તળાવની ઓળખ વધુ મજબુત બનવા (HISTORIC RAMNATH TALAV - VADODARA) જઇ રહી છે. રામનાથ તળાવના નવીનીકરણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ જોત દંડકનો એક સંકલ્પ આવનાર સમયમાં પૂર્ણ થતો જોઇ શકાશે. રામનાથ તળાવની ચોતરણ કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહ્યું છે.

Advertisement

તળાવના પાળા-દિવાલોને મજબુત કરવાનું કાર્ય થઇ રહ્યું છે

વડોદરાના ઐતિહાસીક રામનાથ તળાવનું નવીનીકરણ કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી હતી. દરમિયાન અનેક ધારાભ્યો આવ્યા, તે પૈકી કેટલાકે પ્રયાસો પણ કર્યા. પરંતુ આખરે દંડક બાળુ શુક્લના પ્રયત્નોથી આસપાસના દબાણો દુર થઇને કામગીરી શરૂ કરવામાં આવી છે. રામનાથ તળાવ પૌરાણિક તળાવો પૈકીનું એક છે. હાલની સ્થિતીએ તળાવના પાળા-દિવાલોને મજબુત કરવાનું કાર્ય થઇ રહ્યું છે. તાજેતરમાં જ દંડકના હસ્તે આ તળાવના નવીનીકરણનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્ય દિવસ-રાત ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કામગીરીથી સ્થાનિકોમાં ભારે ખુશી અને ઉત્સાહની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

તળાવનું નવીનીકરણ આવનાર 6 - 8 મહિનામાં તૈયાર થઇ જશે

રામનાથ તળાવની ફરતે તૈયાર થનાર દિવાલોનું કામ આશરે 20 દિવસ જેટલા સમયમાં પૂર્ણ થવાની વકી છે. હાલ જેસીબી દ્વારા સ્થળ પર પુરજોશમાં કામગીરી કરવામાં આવી હતી. આ તળાવનું નવીનીકરણ આવનાર 6 - 8 મહિનામાં તૈયાર થઇ જશે. જેથી વિસ્તારમાં વધુ એક નજરાણું ઉમેરાશે, તેવું સ્થાનિકોનું માનવું છે.

રામનાથ તળાવનું મહત્વ શું છે

આ મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ માટે નીકળ્યા હતા. ત્યારે એક રાતનો વિસામો તેમણે આ મંદિરમાં કર્યો હતો. જેથી આ મંદિરને રામનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મંદિર પરીસરમાં વર્ષો જૂના શિવલિંગ અને મૂર્તિઓ જોવા મળશે. ત્યારે આ મંદિરની પાછળના ભાગમાં રામનાથ તળાવ આવેલું છે. આ તળાવે દર વર્ષે અહીં દિપોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં 1008 દિવડાઓ પ્રગટાવવામાં આવે છે.

આ પણ વાંચો --- VADODARA : પાલિકાની My Vadodara એન્ડ્રોઇડ એપ નામ માત્ર પુરતી જ બચી

Tags :
Advertisement

.

×