VADODARA : ત્રણ વાહનો ફંગોળ્યા બાદ કાર થોભી, ચાલકે લવારી કરી, 'Another Round'
VADODARA : વડોદરાના કારેલીબાગ ખાતે આવેલા મુક્તાનંદ સર્કલ પાસે પૂર ઝડપે આવતી કારે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. (HIT AND RUN CASE - VADODARA) આ ઘટનામાં કુલ મળીને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જે પૈકી એક મહિલાએ તો ઘટના સ્થળ પર જ દમ તોડી દીધો હતો. કાર ચાલકે વાહનોને અડફેટે લેતા કારની એરબેગ ખુલી ગઇ હતી. અને એન્જિનનો તો બુકડો બોલી ગયો હતો. ત્યાર બાદ કાર ચાલકે ઉતરીને લવારી કરતા કહ્યું કે, Another Round, Another round, નિકીતા મેરી........... ૐ નમઃ શિવાય, ૐ નમઃ શિવાય. સ્થળ પરની પરિસ્થિતી જોતા ચાલકે ભારે નશો કર્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
આરોપી MS યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે
ઘટના બાદ અકસ્માતના કાળજુ કંપાવી દેતા CCTV દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં કાર ચાલક નશો કરીને કાર ચલાવી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. તેમજ એક આરોપીની પોલીસે અટકાયત કરી છે તથા અન્ય 1ને મોડી રાત્રે દબોચી લીધો છે. ઘટનામાં કારની એરબેગ ખુલી જતા ડ્રાઈવર અને અન્ય એક યુવકનો બચાવ થયો છે. નબીરા કાર ચાલક રક્ષિત રવીશ ચોરસિયાએ અકસ્માત સર્જ્યો છે. તથા રક્ષિતના મિત્ર મિત પ્રાંશુ ચૌહાણની કાર છે. આરોપી રક્ષિત મુળ વારાણસીનો વતની છે. તથા આરોપી MS યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી છે. પોલીસે રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી અન્ય આરોપી મીત ચૌહાણની શોધખોળ શરૂ કરી છે. આરોપી નશો કરીને ઓવરસ્પીડે કાર ચલાવી રહ્યો હતો તેવી DCP પન્ના મોમાયાએ માહિતી આપી છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા
ઘટના બાદ લોકોએ આરોપી રક્ષિત ચોરસિયાને બરોબરનો મેથીપાક આપ્યો છે. આરોપી નબીરો અકસ્માત કર્યા બાદ અફસોસ વ્યક્ત કરવાને બદલે બૂમો પાડતો રહ્યો હતો. તેમજ ઘટનાને પગલે સ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની અને સાંસદ હેમાંગ જોશી પણ દોડી આવ્યા હતા
આ પણ વાંચો --- Vadodara : નશાની હાલતમાં નબીરાઓએ મોતનો ખેલ ખેલ્યો, 7 લોકોને ઉડાવ્યા


