VADODARA : ચકચારી હિટ એન્ડ રનના આરોપીને SSG હોસ્પિટલ લવાયો
VADODARA : વડોદરામાં હોલિકા દહનની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં એક મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 7 ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આરોપી રક્ષિત ચૌરસિયાને લોકોએ પકડી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જેમાં તેને જડબાનાં ભાગે ફ્રેક્ચર થતા, તેની સર્જરી અંગે એસએસજી હોસ્પિટલના નિષ્ણાંક તબિબોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં સર્જરીનું સૂચન કરવામાં આવતા આજે તેને પોલીસ જાપ્તા સાથે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. તેને થોડાક સમય સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ તેની સર્જરી હાથ ધરવામાં આવી શકે છે. (HIT AND RUN CASE ACCUSED TO UNDERGO SURGERY AT SSG HOSPITAL - VADODARA)
સર્જરી કરવાનો અભિપ્રાય તબિબો દ્વારા આપવામાં આવ્યો
વડોદરામાં સર્જાયેલા રક્ષિત કાંડને પગલે દેશભરમાં ચર્ચા જાગી છે. ઝડપખોર રક્ષિત ચૌરસિયાએ એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલાએ સ્થળ પર જ દમ તોડ્યો હતો. આ ઘટના બાદ સ્થળ પર હાજર ટોળાએ રક્ષિતને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જેમાં રક્ષિતને મોંઢાના ભાગે વધુ ઇજાઓ પહોંચી હતી. તેણે દુખાવાની ફરિયાદ કરતા તેને એસએસજી હોસ્પિટલના નિષ્ણાંત તબિબો જોડે ચેકઅપ કરાવડાવ્યું હતું. જેમાં તેને જડબામાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. જેની સર્જરી કરવાનો અભિપ્રાય તબિબો દ્વારા આપવામાં આવ્યો હતો.
રક્ષિતને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી શકે છે
આજે રક્ષિત ચૌરસિયાને પોલીસ જાપ્તા સાથે એસએસજી હોસ્પિટલના સર્જીકલ વોર્ડમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેના જડબાની સર્જરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રક્ષિતને થોડાક સમય માટે મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી શકે છે. ત્યાર બાદ તેની સર્જરી કરવામાં આવી શકે છે. રક્ષિત પર માઇનોર સર્જરી થનાર હોવાનું તબિબિ સુત્રોનું કહેવું છે.
આ પણ વાંચો --- VADODARA : બોલાચાલીની અદાવતે મિત્રના ટુ વ્હીલર ફૂંકી માર્યા


