VADODARA : પત્નીનો ઇનકાર સહી ના શકતા પતિએ ઝેરી દવા ગટગટાવી
VADODARA : પત્નીનો ઇનકાર સહન ના કરી શકતા પતિએ ઝેરી દવા ગટગટાવતા વડોદરાની એસએસજી હોસ્પિટલ (VADODARA - SSG HOSPITAL) માં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પતિનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે યુવકના પિતાએ સમગ્ર મામલે જાણવાજોગ ફરિયાદ વરણામાં પોલીસ મથકમાં નોંધાવી છે. જે બાદ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પત્નીને સુરત આવવા માટેનું કહેતા તેણે ના પાડી દીધી હતી
તાજેતરમાં વિમલભાઇ મહેશભાઇ સોલંકી (રહે. ક્રિષ્ણા એપાર્ટમેન્ટ, દાદા ભગવાનના મંદિરની પાસે, કામરેજ, સુરત) તેઓની પત્ની તેમજ બાળકોને તેડવા માટે સાસરીમાં રૂવાંદ ખાતે આવ્યા હતા. બાદમાં પત્નીને સુરત આવવા માટેનું કહેતા તેણે ના પાડી દીધી હતી. જે વાત વિમલભાઇ સોલંકીને મનમાં લાગી આવી હતી. ત્યાર બાદ 26 - નવે. ના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ રૂવાંદ ગામના મેલડી માતાના મંદિર પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ વાતની જાણ થતા જ તેઓને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
મૃતકના પિતાએ જાણવા જોગ ફરિયાદ નોંધાવી
જ્યાં તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તાજેતરમાં તેમનું મોત નિપજ્યું છે. ઘટના અંગે મૃતકના પિતા મહેશભાઇ સોલંકીએ વરણામા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. જે બાદ સમગ્ર મામલે હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ભોટીયાભાઇને વધુ તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : IOCL ને કારણદર્શક નોટીસ ફટકારાઇ, કેસ દાખલ કરવાની તૈયારી


