VADODARA : ડભોઇ તાલુકાના ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનનનો પોલીસ દ્વારા પર્દાફાશ
અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા માંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં કરણેટ નજીક ભીમપુરા રતનપુરની વચ્ચે રેતી ભુમાફિયાઓ દ્વારા કેટલા દિવસોથી ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ અને ડભોઇ પોલીસ તંત્રએ ત્રાટકી બે ટ્રક એક ટ્રેક્ટર અને એક જેસીબી મશીન જપ્ત કરી રેતી માફિયાઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ તાલુકામાં આજકાલ ગેરકાયદેસર રેતી અને માટી ખનનનો વેપલો ખૂબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે.
ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં કરણેટ નજીક આવેલા ભીમપુરા અને રતનપુરની વચ્ચે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાની માહિતી ખાણ ખનીજ અને પોલીસ વિભાગને મળતાંની સાથે જ પોલીસ અને ખાણ ખનીજની ટીમ દ્વારા સંયુક્ત રીતે ગેરકાયદેસર ચાલી રહેલા રેતી ખનનના સ્પોટ પર અચાનક છાપો મારતા રેતી ભરતું JCB મશીન, રેતી ભરવા આવેલી બે ખાલી ટ્રકો અને રેતી ભરેલું એક ટ્રેક્ટર ઘટના સ્થળેથી રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યું.
ખાણ-ખનીજની ટીમ દ્વારા આ તબક્કે સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કરી, ઉપરોક્ત તમામ વાહનો જપ્ત કરી ડભોઇ પોલીસને સુપ્રત કર્યા છે. બીજી બાજુ ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર થઈ રહેલા રેતી ખનન કેટલા પ્રમાણમાં થયું છે, કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે એ બાબતની તપાસનો દોર ચલાવી ઝડપી પાડી તેઓને કાયદેસરનો દંડ થાય એ માટે કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે. જેને લઇ ગેરકાયદેસર રીતથી ખનન કરતા આવા ભુમાફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.
આ પણ વાંચો -- SURAT : કલેકટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સના માધ્યમ થી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરાયું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે


